ભેજવાળા હવામાનમાં કૅઝ્યુઅલ અને બીચવેઅર માટે ગૂંથણી કરેલાં, નેટેડ પૅટર્ન્સ અને લિનન ટેક્સ્ચરનાં શર્ટ્સ પુરુષોમાં હૉટ ફેવરિટ બની ગયાં છે
હવે પુરુષોની કૅઝ્યુઅલ ફૅશનમાં ક્રોશેનો દબદબો વધ્યો
ચોમાસાના ભેજવાળા હવામાનમાં પુરુષો માટે સ્ટાઇલ અને કમ્ફર્ટનું પર્ફેક્ટ કૉમ્બિનેશન મેળવવું પડકાર હોય છે. આ સીઝનમાં ભારે કે સિન્થેટિક કપડાંથી ગૂંગળામણ અનુભવાય છે ત્યારે પુરુષોની કૅઝ્યુઅલ ફૅશનમાં ક્રોશે અને ગૂંથેલાં શર્ટ્સનો દબદબો ઝડપથી વધી રહ્યો છે. પરંપરાગત હાથવણાટ અને કલા સાથે જોડાયેલું ક્રોશે આજે મૉડર્ન મેન્સવેઅરમાં સૌથી મોટો ટ્રેન્ડ બની ગયું છે. ખાસ કરીને મૉન્સૂન અને બીચવેઅર માટે આ જાળીદાર શર્ટ્સ પુરુષોની પહેલી પસંદ બની રહ્યાં છે.
શા માટે છે પર્ફેક્ટ ચૉઇસ?
ADVERTISEMENT
ક્રોશે અને નેટેડ શર્ટ્સની સૌથી મોટી ખાસિયત એની અંદર રહેલી નૅચરલ ઓપન-વીવ ટેક્સ્ચર છે. શર્ટની પૅટર્નમાં રહેલાં નાનાં-મોટાં હોલ્સને કારણે શરીરમાં હવા સતત પસાર થતી રહે છે. ચોમાસામાં હવામાં રહેલા ભેજને કારણે થતા પરસેવા અને અસ્વસ્થતામાંથી આ ફૅબ્રિક મુક્તિ અપાવે છે અને ત્વચાને શ્વાસ લેવાની જગ્યા આપે છે. આ શર્ટ્સ વજનમાં અત્યંત હળવાં હોય છે, જેથી પહેરતી વખતે શરીરે કોઈ બોજ લાગતો નથી અને એ ખૂબ જ ઝડપથી સુકાઈ પણ જાય છે.
અત્યારે શું ટ્રેન્ડમાં છે?
ઓપન-કૉલર ક્રોશે રિઝોરેટ શર્ટ્સ: કૅમ્પ કૉલર અથવા નૉચ કૉલર ધરાવતાં આ શર્ટ્સ અત્યારે સૌથી વધુ લોકપ્રિય છે. એ મૉન્સૂન ગેટ-અવે કે બીચ વેકેશન માટે શ્રેષ્ઠ ગણાય છે.
જિયોમેટ્રિક અને ઍબ્સ્ટ્રૅક્ટ નેટેડ શર્ટ્સ: ચોરસ, ઝિગ ઝૅગ કે ચોક્કસ જિયોમેટ્રિક પૅટર્ન ધરાવતાં ગૂંથેલાં શર્ટ્સ આઉટફિટમાં વિઝ્યુઅલ ડેપ્થ અને મૉડર્ન ટચ ઉમેરે છે.
ક્લાસિક બટન-ડાઉન જાળીદાર શર્ટ્સ: બારીક ગૂંથણ ધરાવતાં જાળીદાર શર્ટ્સ થોડાં વધુ સૉફિસ્ટિકેટેડ લાગે છે, જેને સામાન્ય કૅઝ્યુઅલ આઉટિંગ માટે સરળતાથી પહેરી શકાય છે.
કલર-બ્લૉક ક્રોશે શર્ટ્સ: બે કે એથી વધુ રંગોના કૉમ્બિનેશનવાળાં ગૂંથેલાં શર્ટ્સ યંગ અપીલ આપે છે અને ટ્રેન્ડી લુક પણ આપે છે.
સ્ટાઇલ કેવી રીતે કરશો?
ચોમાસામાં બીચવેઅર કે પુલસાઇડ લુક માટે ક્રોશે શર્ટને બટન ખોલીને અંદર એક પ્લેન સૉલિડ ટૅન્ક ટૉપ કે વાઇટ વેસ્ટ સાથે પેર કરો. આ એક રિલૅક્સ્ડ અને સ્માર્ટ-કૅઝ્યુઅલ વાઇબ આપે છે.
ક્રોશે શર્ટના જાળીદાર ટેક્સ્ચર સાથે લાઇટવેઇટ લિનન ટ્રાઉઝર્સ, ચિનોઝ કે કૉટન શૉર્ટ્સનું કૉમ્બિનેશન અજોડ લાગે છે. શર્ટ જાતે જ ટેક્સ્ચર્ડ હોવાથી નીચે પ્લેન અને સિમ્પલ બૉટમવેઅર પસંદ કરવું.
મૉન્સૂનમાં ન્યુટ્રલ અને સૉફ્ટ કલર્સ વધારે આકર્ષક લાગે છે. ઑફ-વાઇટ, ક્રીમ, બેજ, અર્થ-ટોન્સ, સેજ ગ્રીન અને પેસ્ટલ શેડ્સ જેવા રંગો પસંદ કરો જે નૅચરલ લાઇટમાં વધુ ઊભરી આવે છે.
આ આઉટફિટ સાથે સિમ્પલ મિનિમલ ચેઇન, લેધર કૅન્વસ સ્લાઇડર્સ અથવા લોફર્સ પેર કરવાથી તમારો મૉન્સૂન કૅઝ્યુઅલ લુક સંપૂર્ણ બનશે.
