Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વાળની કરો પ્રી-મૉન્સૂન કૅર

વાળની કરો પ્રી-મૉન્સૂન કૅર

Published : 01 July, 2026 03:15 PM | Modified : 01 July, 2026 03:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવામાં રહેલા ભેજને કારણે વાળને ડૅમેજ થતા બચાવવા માટે મોંઘી પાર્લર ટ્રીટમેન્ટ્સ નહીં, નૅચરલ ઘરગથ્થુ નુસખા કારગત સાબિત થશે

વાળની કરો પ્રી-મૉન્સૂન કૅર

વાળની કરો પ્રી-મૉન્સૂન કૅર


ચોમાસું શરૂ થાય ત્યારે હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને ક્યારેક આ ભેજ સ્કિન અને વાળ માટે આફત બનીને આવે છે. આ ભેજ સ્કૅલ્પને ઑઇલી બનાવે છે અને વાળનાં મૂળને નબળાં પાડે છે ત્યારે રસોડામાં રહેલાં ઇન્ગ્રીડિઅન્ટ્સની મદદથી કરો હેરકૅર.

મેથીના દાણા છે હેરફૉલનો ઇલાજ



મેથીના દાણામાં પ્રોટીન, નિકોટિનિક ઍસિડ અને લેસિથિન ભરપૂર માત્રામાં હોય છે જે વાળના મૂળને અંદરથી પોષણ આપે છે અને ડૅન્ડ્રફ પેદા કરતા ફંગસનો નાશ કરે છે. બે ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે એને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સ્કૅલ્પ અને વાળમાં ૩૦ મિનિટ માટે લગાવો અને પછી માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આ નુસખો અજમાવવાથી હેરફૉલ ઘટી જશે.


ખાટું દહીં છે નૅચરલ કન્ડિશનર

દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ સ્કૅલ્પને ડીપ ક્લીન્સ કરે છે. ચોમાસામાં થતી ખંજવાળ અને ખોડા માટે દહીં બેસ્ટ સૉલ્યુશન છે. એ વાળને નૅચરલ શાઇન પણ આપે છે. અડધા કપ ખાટા દહીંમાં થોડો લીંબુનો રસ અથવા એક ચમચી મધ મિક્સ કરો. એને વાળના મૂળમાં સારી રીતે લગાવો. ૨૦ મિનિટ પછી નવશેકા પાણીથી વાળ ધોઈ લો. વાળ સૉફ્ટ અને સિલ્કી થઈ જશે.


હેરગ્રોથનું સીક્રેટ કાંદાનો રસ

કાંદામાં સલ્ફર હોય છે જે કોલેજનનું પ્રોડક્શન વધારે છે. આનાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ ઝડપથી ઊગે છે. એક કાંદાને છીણીને અથવા મિક્સરમાં ક્રશ કરીને એનો રસ ગાળી લો. રૂની મદદથી આ રસને સ્કૅલ્પ પર લગાવો. પંદરથી ૨૦ મિનિટ રાખ્યા બાદ સુગંધિત હર્બલ શૅમ્પૂથી માથું ધોઈ લો, જેથી એની સ્મેલ જતી રહે.

ઍલોવૅરા અને લીંબુ આપશે સ્ટિકિનેસથી રાહત

ભેજવાળા વાતાવરણમાં વાળ ચીકણા થાય છે. અલોવેરા સ્કૅલ્પને હાઇડ્રેટ રાખે છે અને લીંબુ ઍક્સેસ ઑઇલને કન્ટ્રોલ કરે છે. અલોવેરા જેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સ્કૅલ્પ પર મસાજ કરો. અડધા કલાક પછી વાળ ધોઈ લો. આનાથી સ્કૅલ્પનું pH લેવલ બરાબર જળવાઈ રહેશે.

ચોમાસું શરૂ થાય ત્યારે આટલું ધ્યાન રાખો 

વરસાદમાં પલળ્યા પછી કે માથું ધોયા પછી વાળને પૂરેપૂરા સુકાવા દો. ભીના વાળ બાંધવાથી ફંગલ ઇન્ફેક્શન અને ડૅન્ડ્રફ થવાની શક્યતા ૧૦૦ ટકા વધી જાય છે. જ્યારે વાળ ભીના હોય ત્યારે એનાં મૂળ સૌથી નબળાં હોય છે. તેથી હંમેશાં વાળ સુકાયા પછી જ મોટા દાંતાવાળા કાંસકાથી એને ઓળો. ચોમાસામાં સ્કૅલ્પ ઑલરેડી ભેજવાળું હોય છે એટલે બહુ હેવી ઑઇલિંગ કરવાનું ટાળો. અઠવાડિયામાં એક જ વાર હળવું ગરમ તેલ લગાવો અને એક કલાકમાં ધોઈ નાખો.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK