Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આ જગ્યા ઢોકળાં માટે ફેમસ છે

Published : 04 July, 2026 09:35 PM | IST | Mumbai
Darshini Vashi

દહિસર-ઈસ્ટમાં આવેલી વિજયભાઈ ઢોકળાંવાળાની આ શૉપમાં ઢોકળાં ઉપરાંત દરેક પ્રકારના ગરમ ગુજરાતી નાસ્તા મળે છે, જેમ ગાંઠિયા વગર ગુજરાતી નાસ્તો અધૂરો લાગે એમ ઢોકળાં વિના ગુજરાતી થાળી અધૂરી લાગે છે. ગુજરાતી જ શું કામ, ઢોકળાં તો હવે બધા લોકોને ભાવે છે.

આ જગ્યા ઢોકળાં માટે ફેમસ છે

આ જગ્યા ઢોકળાં માટે ફેમસ છે


જેમ ગાંઠિયા વગર ગુજરાતી નાસ્તો અધૂરો લાગે એમ ઢોકળાં વિના ગુજરાતી થાળી અધૂરી લાગે છે. ગુજરાતી જ શું કામ, ઢોકળાં તો હવે બધા લોકોને ભાવે છે. રૂ જેવાં પોચાં અને પચવામાં હલકાં એવાં આ ઢોકળાં જો ગરમાગરમ ખાવા મળી જાય તો પછી મજા જ પડી જાય છે. જો તમને પણ ગરમાગરમ અને વિવિધ પ્રકારનાં ઢોકળાં ખાવાં હોય તો દહિસરની આ જગ્યાએ તમારે જવું જોઈએ જ્યાં આખો દિવસ ઢોકળાંની થાળી ગરમાગરમ કાઢવામાં આવતી હોય છે.

દહિસર-ઈસ્ટમાં આવેલા વિજયભાઈ ઢોકળાંવાલા લગભગ ૩૦ વર્ષથી વિવિધ વરાઇટીનાં ઢોકળાં પીરસી રહ્યા છે. એ વિશે માહિતી આપતાં વિજયભાઈ ઢોકળાંવાલાના વિજયભાઈ પુરોહિત કહે છે, ‘ઢોકળાં આજે અમારી ઓળખ બની ગઈ છે. અમે લગભગ દરેક વરાઇટીનાં ઢોકળાં બનાવીએ છીએ અને એની ડિમાન્ડ એટલી રહે છે કે સવારે ૬ વાગ્યાથી અમે ઢોકળાં મૂકવાનું ચાલુ કરીએ તે સાંજ સુધી અને વીક-એન્ડમાં તો રાત સુધી ચાલતું જ રહે છે. ઢોકળાં ઉપરાંત અમે અનેક ગુજરાતી અને મહારાષ્ટ્રિયન નાસ્તા પણ બનાવીએ છીએ. અમુક નાસ્તા વહેલી સવારે ગરમાગરમ ઊતરતા હોય છે. અમારું આ ફૅક્ટરી આઉટલેટ છે એટલે અહીંથી હોલસેલમાં પણ અમારાં ફરસાણ લગ્નપ્રસંગ, કૉર્પોરેટ મીટિંગ વગેરેમાં જતાં હોય છે. બીજું એ કે અમારે ત્યાં કોઈ પણ ફૂડ-આઇટમમાં લસણ અને કાંદાનો ઉપયોગ કરવામાં નથી આવતો.’



અહીંના ફૂડની વરાઇટીની વાત કરીએ તો ખમણ, વાઇટ ઢોકળાં, વાટીદાળનાં ખમણ, સૅન્ડવિચ ઢોકળાં ઉપરાંત પનીર ઢોકળાં, પીત્ઝા ઢોકળાં, દાબેલી ઢોકળાં જેવી અનેક વરાઇટી અહીં છે. આ સિવાય અહીં સમોસાની પણ ભરપૂર વરાઇટી છે. એમાં ચીઝ, પટ્ટી, ચાઇનીઝ, લીલવા, કૉર્ન, પંજાબી સમોસા અહીં છે. આ ઉપરાંત ફાફડા, જલેબી, ગાંઠિયા, સેવ, પાતરાં, પાપડી, થેપલાં, ખાંડવી, સેવ ખમણી પણ અહીં મળે છે. અહીંના ફરસાણની જેમ અહીંની ચટણીની પણ આગવી ઓળખ છે. અહીં નાસ્તા સાથે ૪ જાતની અલગ-અલગ ચટણી પણ આપવામાં આવે છે.
ક્યાં મળશે ? : વિજયભાઈ ઢોકળાંવાલા, મરાઠા કૉલોની, નવનીત હૉસ્પિટલની સામે, દહિસર-ઈસ્ટ.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 09:35 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK