બાંદરામાં આવેલી કોલ્ડ કારોબાર નામની શૉપમાં ટોટલી વીગન એવાં પ્લાન્ટ-બેઝ્ડ જીલેટો ડિઝર્ટ, યુનિક આઇસક્રીમ મળી રહ્યાં છે અને એ પણ યુનિક ફ્લેવરનાં
કોલ્ડ કારોબાર
ઘણી વખત ઑડ લાગે એવાં કૉમ્બિનેશનના આઇસક્રીમ પણ ટેસ્ટી હોઈ શકે છે. કૉમ્બિનેશન જ નહીં પરંતુ યુનિક ફ્લેવરના આઇસક્રીમ, પ્લાન્ટબેઝ્ડ જીલેટો, રિયલ ફ્રૂટ્સના શૉરબે પણ લોકોને આકર્ષી શકે છે એનું બેસ્ટ ઉદાહરણ બાંદરામાં શરૂ કરવામાં આવેલી કોલ્ડ કારોબાર છે.
કોલ્ડ કારોબારના ફાઉન્ડર પ્રાંશુ પોદાર કહે છે, ‘સાચું કહું તો હું હૉલીવુડની મૂવીના ફિક્શન કૅરૅક્ટર વિલી વૉન્કાથી બહુ પ્રભાવિત થયો હતો. નાનપણમાં મેં જ્યારે તેની મૂવી જોઈ હતી ત્યારથી હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મારે પણ આવી રીતે ચૉકલેટ, આઇસક્રીમનું સામ્રાજ્ય શોધવું હતું અને હું એના પર કામ કરતો હતો. જેમ-જેમ હું મોટો થતો ગયો એમ-એમ ખબર પડવા લાગી કે ભાઈ, આવું કોઈ સામ્રાજ્ય હોતું નથી. જોકે મારી ચૉકલેટ અને આઇસક્રીમ તરફની લાગણી ઓછી થઈ નહોતી. મારે એમાં કંઈક કરવું હતું અને એવું જે લોકોને ખાવાનું ગમે, વારંવાર ગમે અને જે હેલ્થ માટે પણ નુકસાનકારક ન હોય. આખરે વર્ષોની મહેનત બાદ મેં ટોટલી વીગન કહી શકાય એવો આઇસક્રીમ લૉન્ચ કર્યો. એમાં નૉર્મલ મિલ્કને બદલે કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને મીઠાશ તરીકે ખજૂર અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. કોકોનટ મિલ્ક પણ હું જ જાતે તૈયાર કરું છું જેથી કોઈ મિલાવટનો ડર ન રહે. અહીં મીઠો લીમડો, તલ, લીંબુ જેવી યુનિક ફ્લેવરના આઇસક્રીમ પણ મળે છે.’
ADVERTISEMENT
આ સિવાય અહીં યુનિક કૉમ્બિનેશનના આઇસક્રીમ પણ છે જેનાં નામ પહેલાં તમે ક્યારેય સાંભળ્યાં નહીં હોય. જેમ કે સી સૉલ્ટ અને ડાર્ક ચૉકલેટ, વૉટરમેલન બેસિલ અને પાઇનૅપલ, મીસો કૅરૅમલ, લેમન અને ઑલિવ ઑઇલ જેવા કૉમ્બિનેશનના આઇસક્રીમ મળે છે. આઇસક્રીમ ઉપરાંત અજીબ કૉમ્બિનેશનના શૉરબે અને મિલ્ક શેક પણ અહીં મળે છે. ડિઝર્ટ જ નહીં પરંતુ અહીંનું ઇન્ટીરિયર પણ એકદમ યુનિક છે. લાઇટિંગથી લઈને મેનુ કાર્ડ સુધીની દરેક વસ્તુ તમને કોઈ અલગ જ ફિક્શન વર્લ્ડમાં લઈ જશે.
ક્યાં મળશે ? : કોલ્ડ કારોબાર, ચૅપલ ઍવન્યુ, ચૅપલ રોડ, બાંદરા-વેસ્ટ
સમય : બપોરે ૩ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી (સોમવારે બંધ)
