બધી સામગ્રી મિક્સ કરી લંબગોળ કટલેટ વાળવી. એના પર રવો રગદોળવો અને મીડિયમ ગરમ તેલમાં તળવી અને સૉસ અને ચટણી સાથે સર્વ કરવી.
વેજિટેબલ કટલેટ
સામગ્રી : ૫૦૦ ગ્રામ બટાટા (બાફેલા), ૧૦૦ ગ્રામ ગાજર (ખમણેલા), ૧૦૦ ગ્રામ બીટ (ખમણેલા), ૫૦ ગ્રામ વટાણા (અધકચરા), એક ચમચી આદું-મરચાંની પેસ્ટ, એક ચમચી પાંઉભાજી મસાલો, એક ચમચી લીંબુનો રસ, અડધી વાટકી પૌંઆનો ભૂકો, મીઠું સ્વાદ અનુસાર.
રીત : ઉપરની બધી સામગ્રી મિક્સ કરી લંબગોળ કટલેટ વાળવી. એના પર રવો રગદોળવો અને મીડિયમ ગરમ તેલમાં તળવી અને સૉસ અને ચટણી સાથે સર્વ કરવી.


