ગુંદરને લીધે પૂરી કડક થઈ જશે. પૂરી સફેદ કાઢવી, લાલ થવા ન દેવી. બાજુમાં બૂરું ખાંડ (પીસેલી સાકર) રાખવી. એમાં પૂરીને રગદોળવી.
કચ્છી ખેરુડા
સામગ્રી : ૧ કપ ગુંદરનો સૂકો પાઉડર, ૧/૩ કપ ચોખાનો લોટ, ચપટી મીઠું, લોટ બાંધવા જરૂર મુજબ દૂધ, જરૂર મુજબ બૂરું ખાંડ (પીસેલી સાકર), એલચીનો ભૂકો, પિસ્તાનો ભૂકો, તળવા માટી ઘી
રીત : સૂકા ગુંદરનો ભૂકો કરીને મેંદાની ચાસણીથી ચાળી લેવો. ગુંદરનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી મીઠું નાખીને દૂધથી લોટ બાંધવો. દૂધ ચમચીથી થોડું-થોડું નાખતા રહેવું અને કઠણ લોટ બાંધવો. આ લોટને ૪થી પાંચ કલાક ભીના કપડામાં ઢાંકી રાખવો. પછી લોટને દસ્તાથી કૂટીને નાના-નાના લૂઆ કરવા અને પાતળી પૂરી વણવી. વણવા માટે જોઈએ તો ચોખાનો લોટ લેવો. ધીમા તાપે ઘીમાં પૂરી તળવી. ૪થી પાંચ પૂરી તળવા મૂકીને પછી તરત જ કાઢી લેવી. ગુંદરને લીધે પૂરી કડક થઈ જશે. પૂરી સફેદ કાઢવી, લાલ થવા ન દેવી. બાજુમાં બૂરું ખાંડ (પીસેલી સાકર) રાખવી. એમાં પૂરીને રગદોળવી. એના પર એલચી-પિસ્તાનો ભૂકો છાંટવો. આ પૂરી ૮-૧૦ દિવસ કડક જ રહે છે.
ADVERTISEMENT
નોંધ : તમે ઉપરોક્ત ખેરુડા ફૂટ ક્રશ અથવા ફ્લેવર એસેન્સનો ઉપયોગ કરીને સ્ટ્રૉબેરી, પિસ્તા, ઑરેન્જ વગેરે પ્રકારની ખેરુડા બનાવી શકો છો.

