મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી કડાઈની નીચે લોઢી રાખીને ધીમા ગૅસ પર ૧૫થી ૨૦ મિનિટ ચડવા દેવું. પછી સ્ટફિંગની બધી સામગ્રી બરાબર સૉસ ઍડ કરી સીઝનિંગ કરી ચીઝ નાખી બરાબર મિક્સ કરી તૈયાર કરો.
મલ્ટિગ્રેન પીત્ઝા બૉલ્સ
સામગ્રી : ૧ કપ મલ્ટિગ્રેન લોટ, ૨-૩ ચમચી ચોખાનો ઝીણો લોટ, ૧ ચમચી આદું-મરચાં-જીરુંની પેસ્ટ, ૧/૨ ચમચી પાપડખાર, ચારથી પાંચ ચમચી ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, ફુદીનાનાં થોડાં પાન હાથેથી તોડીને મોટાં રાખવાં, બે ચમચી તેલ
પીત્ઝા સ્ટફિંગ માટે : ૧/૨ કપ બાફેલી મકાઈના કૂણા હોય એવા દાણા, ૩ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં કૅપ્સિકમ, બે ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં ગાજર, ૩થી ૪ ચમચી પીત્ઝા સૉસ, બે ચમચી પીત્ઝા સીઝનિંગ, પ્રોસેસ્ડ ચીઝ ૧ ક્યુબ અથવા મોઝરેલા ચીઝ ૩થી ૪ ચમચી, મીઠું સ્વાદ અનુસાર.
ADVERTISEMENT
રીત : સૌપ્રથમ એક કડાઈ લઈ એને તેલથી ગ્રીસ કરી એમાં બેથી ૩ કપ પાણી નાખી ગૅસ પર ગરમ કરવા રાખો. પછી એમાં આદું, મરચાં, જીરુંની પેસ્ટ ૧ ચમચી ઍડ કરી બૉઇલ થાય ત્યારે એમાં અડધી ચમચી પાપડખાર ઍડ કરી પછી ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો ઍડ કરી પાણી બરાબર ઊકળી જાય એટલે મલ્ટિગ્રેન અને ચોખાનો લોટ મિક્સ કરી ઊકળતા પાણીમાં ધીમે-ધીમે ઍડ કરી વેલણ ફેરવતા જવાનું અને બરાબર લેગ્સ ન પડે એ રીતે હલાવતા રહેવું. બરાબર મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી કડાઈની નીચે લોઢી રાખીને ધીમા ગૅસ પર ૧૫થી ૨૦ મિનિટ ચડવા દેવું. પછી સ્ટફિંગની બધી સામગ્રી બરાબર સૉસ ઍડ કરી સીઝનિંગ કરી ચીઝ નાખી બરાબર મિક્સ કરી તૈયાર કરો.
તૈયાર થયેલા ખીચાને થોડું ગરમ હોય ત્યારે હથેળીમાં તેલ લગાડી લૂઆને થેપી એમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી લૂઆને ચારે બાજુથી પૅક કરી એના પર ચિલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરી પાંચ મિનિટ બૉલ્સને સ્ટીમ કરવા અને પછી બહાર કાઢી એના પર થોડું ચીઝ નાખી ગરમાગરમ ચીઝ બૉલ્સ સર્વ કરો. તેલ અથવા કેચપ સાથે સર્વ કરો.
હેલ્ધી અને યમ્મી રેઇની સીઝન ડિશ રેડી.

