ચાસણી બનાવવા પાંચ ગ્લાસ પાણીમાં અડધો કિલો સાકર (તમારા સ્વાદ મુજબ) નાખી સાકર ઓગળીને ઊભરો આવે ત્યારે પનીરના ગુલ્લા નાખી દો. ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ પછી બધા ગુલ્લાને ઊલટાવી દો.
હોમમેડ રસમલાઈ
સામગ્રી : બે લીટર દૂધ, ૧ લીંબુ, અડધો કિલો સાકર, જોઈતા પ્રમાણે એલચી, બદામ, પિસ્તાં, કેસર અને પાણી.
રીત : ૧ લીટર દૂધને ગરમ કરો. બેથી ત્રણ ઊભરા આવે પછી એમાં સાકર નાખી એલચી, બદામ, પિસ્તાં, કેસર નાખી ઉતારી લો. બીજા ૧ લીટર દૂધમાં અડધા લીંબુનો રસ અને અડધું પાણી મિક્સ કરેલું પાણી એક-એક ચમચી નાખી દૂધ ફાટે પછી કપડામાં પનીર કાઢી એને પાણીથી ધોઈ લટકાવી દો. સૂકા પનીરને થાળીમાં લઈ હાથની હથેળીથી સુંવાળું બનાવી લો. પનીરના ગુલ્લા બનાવી લો.
ચાસણી બનાવવા પાંચ ગ્લાસ પાણીમાં અડધો કિલો સાકર (તમારા સ્વાદ મુજબ) નાખી સાકર ઓગળીને ઊભરો આવે ત્યારે પનીરના ગુલ્લા નાખી દો. ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ પછી બધા ગુલ્લાને ઊલટાવી દો. દસ મિનિટ ચડવા દઈ ગૅસ બંધ કરી ઠંડા થવા દો. એમાંથી પાણી નિતારી દૂધની પાતળી રબડીમાં ૪થી ૫ કલાક રાખી ઠંડી કે ગરમ રસમલાઈની મજા માણો. (ફાટી ગયેલા દૂધમાંથી પણ આ રીતે રસમલાઈ બનાવી શકાય.)


