અહીં શીખો બાજરાના લોટની સુખડી
બાજરાના લોટની સુખડી
સામગ્રી : ૧ કપ બાજરાનો લોટ, ૧ કપ ઘી, ૧ કપ ગોળ, ૨ ચમચી સૂંઠ પાઉડર, બદામ-પિસ્તાંનો અધકચરો ભૂકો, ૨થી ૩ ચમચી દૂધ, ગુલાબની પાંદડી.
રીત : ગોળ બારીક સુધારી લેવો. એક કડાઈમાં ઘી નાખીને થોડું ગરમ કરવું, એમાં બાજરાનો લોટ નાખી ને ધીમે તાપે લોટ શેકવો. લોટ થોડો હલકો લાગે અને સુગંધ આવે એટલે ગૅસ બંધ કરીને એમાં સૂંઠ પાઉડર, દૂધ અને ગોળ નાખી દેવાં. ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું. પછી થાળીમાં પાથરી દેવું, ઉપર બદામ-પિસ્તાંનો ભૂકો અને ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરવું. ઠંડું થાય પછી પીસ કરીને સર્વ કરવું.
ADVERTISEMENT
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


