Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: ચૉકલેટ ખજૂર રોલ

આજની રેસિપી: ચૉકલેટ ખજૂર રોલ

Published : 09 February, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો ચૉકલેટ ખજૂર રોલ

ચૉકલેટ ખજૂર રોલ

ચૉકલેટ ખજૂર રોલ


સામગ્રી : ૧ કપ કાળો સીડલેસ બારીક સમારેલો ખજૂર, ૧ મોટો ચમચો કોકો પાઉડર, ૧/૪ કપ ખમણેલી ડાર્ક ચૉકલેટ, ૨ મોટા ચમચા દૂધ, ૧ મોટો ચમચો ઘી, ૨ મોટા ચમચા બારીક સમારેલા કાજુ, ૨ મોટા ચમચા બારીક સમારેલી બદામ, ૧ મોટો ચમચો બારીક સમારેલાં પિસ્તાં, ૧/૨ કપ ખમણેલું કોપરું.

રીત : એક નૉન-સ્ટિક પૅનમાં ઘી ગરમ કરીને એમાં સમારેલાં ખજૂર ઉમેરો અને મધ્યમ તાપે સતત હલાવતા રહો. હવે એમાં ડાર્ક ચૉકલેટ, કોકો પાઉડર અને દૂધ ઉમેરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી એમાં કાજુ, બદામ અને પિસ્તાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગૅસ બંધ કરીને મિશ્રણને થોડું ઠંડું થવા દો. ત્યાર બાદ ઘી લગાડેલી પ્લાસ્ટિક શીટ ઉપર આ મિશ્રણને રોલ આકારમાં વાળો. હવે આ રોલને સૂકા નારિયેળના પાઉડરમાં બધી બાજુ ફરતે લગાડી લો અને પ્લાસ્ટિક શીટમાં વાળીને થોડો સમય ફ્રિજમાં સેટ કરો. ત્યાર બાદ એના સમાન જાડાઈના ટુકડા કાપો. સ્વાદિષ્ટ ચૉકલેટ ખજૂર રોલ્સ પીરસવા માટે તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK