અહીં શીખો ક્રિસ્પી કૉર્ન કટલેટ
ક્રિસ્પી કૉર્ન કટલેટ
સામગ્રી : ૧ નંગ બાફેલો બટાટો, ૨ કપ બાફેલાં કૉર્ન (ક્રશ કરવાનાં), થોડા કૉર્નના આખા દાણા, ૧ ગાજરનું છીણ, ૧ કૅપ્સિકમ ઝીણું સુધારેલું, મીઠું, કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, લીંબુ, ૪થી ૫ ચમચી ચોખાનો લોટ, ગરમ મસાલો, રવો.
રીત : બાફીને ક્રશ કરેલા કૉર્નમાં બાફેલા બટાટાનો માવો, છીણેલું ગાજર, કૅપ્સિકમ, કૉર્નના આખા દાણા, મીઠું, કોથમીર, આદુંમરચાંની પેસ્ટ, લીંબુ, ચોખાનો લોટ, ગરમ મસાલો, બધું નાખીને મિક્સ કરીને કટલેટ વાળી લેવી. એક બાઉલમાં રવો લઈને કટલેટને એમાં ડિપ કરીને નૉનસ્ટિક પૅનમાં શૅલો ફ્રાય કરીને ગરમાગરમ સર્વ કરો.
ADVERTISEMENT
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


