Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: હરિયાળી દમ આલૂ

Published : 02 April, 2026 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો હરિયાળી દમ આલૂ

હરિયાળી દમ આલૂ

હરિયાળી દમ આલૂ


નાના બટાટા (બેબી પટેટો) : ૨૫૦-૩૦૦ ગ્રામ, પાલક ૧ ઝૂડી બ્લાન્ચ કરેલી, કોથમીર અને ફુદીનો ૧/૨ કપ, લીલાં મરચાં ૨-૩, આદું-લસણની પેસ્ટ ૧ ચમચી, ડુંગળી ૧ ઝીણી સમારેલી, દહીં ૩-૪ ચમચી ફેંટેલું, જીરું, ગરમ મસાલો, ધાણાજીરું, હળદર, મીઠું, તેલ તળવા અને વઘાર માટે.

રીત : બટાટાને બાફી-છોલીને કાંટા-ચમચીથી કાણાં પાડો. ત્યાર બાદ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.



લીલી પેસ્ટ : પાલક, કોથમીર, ફુદીનો અને લીલાં મરચાંને થોડા પાણી સાથે પીસીને લીલી પેસ્ટ તૈયાર કરો.


ગ્રેવી : કડાઈમાં તેલ ગરમ કરી જીરું, ડુંગળી અને આદું-લસણની પેસ્ટ સાંતળો. તૈયાર કરેલી લીલી પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. હવે ફેંટેલું દહીં અને સૂકા મસાલા ઉમેરીને મિક્સ કરો. તળેલા બટાટા અને જરૂર મુજબ પાણી ઉમેરો. ઢાંકીને ૫-૭ મિનિટ ધીમા તાપે પકાવો. ગરમાગરમ હરિયાળી દમ આલૂ તૈયાર છે.

ટિપ : ગ્રેવીનો લીલો રંગ જાળવી રાખવા માટે પાલકને ગરમ પાણીમાં ૧-૨ મિનિટ રાખી પછી તરત જ ઠંડા પાણીમાં મૂકવી.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK