અહીં શીખો નટેલા
નટેલા
સામગ્રી : બે કપ હેઝલનટ્સ, ૧/૨ કપ દળેલી સાકર, ૪ ચમચી કોકો પાઉડર, બે ચમચી કોઈ પણ સુગંધ વગરનું તેલ, ચપટી મીઠું
રીત : એક કડાઈમાં હેઝલનટ્સને બ્રાઉન થાય ત્યારે સુધી શેકી લેવા. નટ્સ ઠંડા પડે એટલે એની છાલ (છોતરાં) કાઢીને એને મિક્સરમાં ત્યાં સુધી બ્લેન્ડ કરો કે એ એક મુલાયમ પેસ્ટ ન બની જાય. પછી એમાં દળેલી સાકર, કોકો પાઉડર, તેલ અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. તૈયાર નટેલાને હવાચુસ્ત બરણીમાં ભરી લો.
આ નટેલાને તમે બ્રેડ, પેન કેક અથવા વોફલ્સ પર લગાવીને ખાઈ શકો છો. આ નટેલા એક મહિના સુધી ફ્રિજમાં સારું રહે છે.
હેઝલનટ્સને બદલે તમે બદામ અથવા સિંગ પણ વાપરી શકો છો. બદામની છાલ કાઢવી નહીં.


