અહીં શીખો - રસગુલ્લા મૅન્ગો ડિલાઇટ
રસગુલ્લા મૅન્ગો ડિલાઇટ
સામગ્રી : ૧ લીટર દૂધ, લીંબુનો રસ જરૂર મુજબ, પાંચ કપ પાણી, ૧ કપ સાકર, પનીર, કેરીના ટુકડા, પિસ્તાનો ભૂકો, રેડ કલર, કેરીનો પલ્પ
બનાવવાની રીત : દૂધને ગરમ કરવું. એમાં લીંબુનો રસ નાખીને દૂધનું પનીર બનાવવું. પનીરનું પાણી નિતારીને એક થાળીમાં લઈ મસળીને ગોળા વાળવા. પાંચ કપ પાણીમાં સાકર નાખીને મોટી કડાઈમાં ગરમ કરવું. પાણી ઊકળે એટલે પનીરના ગોળા એમાં નાખીને ૧૦થી ૧૨ મિનિટ ઢાંકીને ઉકાળવા. રસગુલ્લા તૈયાર થઈ જશે. એને કડાઈમાંથી કાઢી પાછા પાણીમાં નાખીને ફ્રિજમાં ઠંડા કરવા મૂકી દેવા. એકદમ ઠંડા થઈ જાય પછી વચ્ચેથી કટ કરીને બે ભાગ કરવા. પનીરને છીણી એમાં એક-બે ટીપાં રેડ કલર નાખીને રેડી કરવું. એક પ્લેટમાં કેરીનો પલ્પ પાથરી એના પર હાફ કરેલા રસગુલ્લા મૂકવા. રસગુલ્લાની વચ્ચે પનીરનું છીણ મૂકીને આજુબાજુ કેરીના પીસ ગોઠવવા. પનીર પર પિસ્તાનો ભૂકો મૂકીને પાછું ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકવું. એક કલાક પછી સર્વ કરવું.
