અહીં શીખો સરગવાનીની શિંગનું લસણવાળું પીઠલું શાક
સરગવાનીની શિંગનું લસણવાળું પીઠલું શાક
સામગ્રી : સરગવાની શિંગ ૨ મોટી જાડી, ચણાનો લોટ એક વાટકી, છાસ ત્રણ વાટકી, પીસેલું લસણ ૨ ચમચી, મીઠું સ્વાદ અનુસાર, રાઈ, હિંગ, કઢી પત્તાં.
રીત : સૌપ્રથમ સરગવાની શિંગને વરાળમાં બાફી લેવી અને એક વાટકી ચણાનો લોટ ત્રણ વાટકી છાસમાં પલાળી લેવો. પછી વધાર માટે તેલ લઈ એમાં રાઈ, પીસેલું લસણ, હિંગ, કઢી પત્તાં, સરગવાની શિંગ સાંતળી લો અને પછી છાસમાં પલળેલો એમાં મિક્સ કરો અને પાંચ મિનિટમાં પીઠલું તૈયાર થશે. આ શાક ગરમ-ગરમ જ પીરસો. ઠંડીમાં પ્રોટીન માટે બેસ્ટ સરગવા શિંગનું શાક તૈયાર.
ADVERTISEMENT
- મીનાક્ષી જોષી
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)


