કાંદિવલીમાં ગયા મહિને શરૂ કરવામાં આવેલા રોલ બેબી રોલ નામના સ્ટૉલમાં ફ્રૅન્કી માટે મેંદો નથી વપરાતો
રોલ બેબી રોલ, UFO ફ્રાઇસની બાજુમાં, ડીમાર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)
આજકાલ હેલ્ધી ફૂડની ડિમાન્ડ વધી ગઈ છે. મોટી-મોટી રેસ્ટોરાંમાં જ નહીં પણ હવે ફૂડ-સ્ટૉલ પર પણ હેલ્ધી ફૂડ મેનુ બનાવવામાં આવ્યું છે. તેમ જ દરેક ઉંમરના લોકોને પસંદ પડે એટલા માટે એની અંદર હેલ્ધી વેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. જોકે કાંદિવલીમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલા એક સ્ટૉલમાં અલગ હેલ્ધી મેનુ નથી પણ માત્ર ને માત્ર હેલ્ધી મેનુ જ છે. એટલે કે અહીં માત્ર હેલ્ધી ફૂડ જ પીરસવામાં આવે છે.
કાંદિવલીનાં મહાવીરનગરમાં મેંદારહિત અને ઓન્લી ઘઉંના લોટમાંથી બનાવેલી ફ્રૅન્કી જ બનાવવામાં આવે છે. રોલ બેબી રોલ નામનો આ સ્ટૉલ એક ગુજરાતી કપલે શરૂ કર્યો છે. આ સ્ટૉલ વિશે જાણકારી આપતાં સ્ટૉલના ઓનર વંદન ટાંક કહે છે, ‘હું આર્કિટેક્ટ છું અને મારી વાઇફ CA છે અને અમને બન્નેને ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં કંઈક શરૂ કરવાની ઇચ્છા હતી. અમે બન્ને ફ્રૅન્કીનાં ફૅન છીએ પણ એની રોટી હંમેશાં મેંદાની જ હોય છે જે હેલ્થ માટે સારી નથી. એટલે અમને વિચાર આવ્યો કે આપણે કેમ નહીં ફ્રૅન્કીને જ હેલ્ધી વેમાં લઈને આવીએ? એટલે અમે નો મેંદા અને નો મેયોનીઝના કન્સેપ્ટ સાથે ઘઉંની ફ્રૅન્કી લઈને આવ્યાં. બાળકોને પણ ભાવે એટલે અમે ફ્રૅન્કીને કલરફુલની સાથે હેલ્ધી બનાવવા રોટીમાં બીટરૂટ અને પાલકનો રસ પણ ઍડ કરવા લાગ્યાં. તેમ જ અમે ઇટાલિયન અને મેક્સિકન ફ્રૅન્કી પણ લઈને આવ્યાં છીએ જે પીત્ઝાનો ચટાકો આપે છે. આ સિવાય અહીં થાઇલૅન્ડનું ફેમસ ડ્રિન્ક આઇસસ્લશ પણ મળી જશે. આમ તો આ સ્ટોલનાં ઓનર અમે પતિ-પત્ની છીએ પણ સૌથી વધુ સહકાર મારા ભાઈનો છે અને અમારા તમામ ફૅમિલી-મેમ્બર્સનો છે જેઓ વેજિટેબલ્સ ખરીદવાથી લઈને એનું કટિંગ વગેરે બધું કરીને અમને પહોંચાડે છે.’
ADVERTISEMENT
ક્યાં મળશે? : રોલ બેબી રોલ, UFO ફ્રાઇસની બાજુમાં, ડીમાર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ),
ટાઇમિંગ : સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧.૩૦ સુધી

