ઇટલીની ઑથેન્ટિક પાસ્તા અને સ્પગેટીની વરાઇટી હવે મહાવીરનગરના સ્ટ્રીટ-ફૂડમાં પણ મળવા લાગી છે. હોટેલ મૅનેજમેન્ટનું ભણ્યા પછી ગુજરાતી યુવાન સ્મિત શાહે આ નવી શરૂઆત કરી છે
અલ્ફ્રેડો પાસ્તા (ફુલ) 100 (હાફ) અને અવાકાડો બ્રાઉન સૅન્ડવિચ
મુંબઈ એવું શહેર છે જ્યાં બધું મળી રહે છે. કપડાં હોય કે જ્વેલરી કે પછી ફૂડ, દુનિયાના કોઈ પણ ખૂણે મળતી બધી વસ્તુ તમને મુંબઈમાં મળે છે. આટલું ઓછું હોય એમ હવે તો મુંબઈની સ્ટ્રીટ ઉપર પણ એ મળી રહે છે. ફ્લોરેન્ટાઇન સ્પગેટી, અલ્ફ્રેડો પાસ્તા, અવાકાડો ટોસ્ટ જેવી વિદેશી ભૂમિની એવી-એવી ડિશ અહીં મળતી થઈ ગઈ છે જે સામાન્ય રીતે મોંઘી રેસ્ટોરાંમાં જ જોવા મળતી હોય છે.



