Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જેને કૉલેસ્ટરોલ છે એ વ્યક્તિએ કાજુ ખાવા કે ન ખાવા?

જેને કૉલેસ્ટરોલ છે એ વ્યક્તિએ કાજુ ખાવા કે ન ખાવા?

Published : 01 April, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮ ગ્રામ કાજુમાં ૧૫૭ કૅલરી હોય છે. કાજુમાં ૧૨ ગ્રામ ફૅટ છે. એમાં પણ વધુ માત્રામાં તો મોનોસૅચ્યુરેટેડ જે ઉપયોગી છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ભારતીય મીઠાઈઓ ભાગ્યે જ કાજુ વગર બને પછી એ કોઈ પણ હલવો હોય, ખીર હોય કે કોઈ લાડુ. પણ ભારતીય મીઠાઈઓ પણ હવે ખાવાની ઓછી થઈ ગઈ છે. વર્ષોથી કાજુકતરી જ બનતી. લાગે છે કે કોઈ વ્યક્તિએ કાજુથી કૉલેસ્ટરોલ વધે એમ સમજીને બદામકતરીની ઈજાદ કરી હશે બાકી બદામકતરી જેવી કોઈ મીઠાઈ પરંપરાગત રીતે થતી નહીં. 

કૉલેસ્ટરોલ અને કાજુને એક જ સંબંધ છે અને એ છે મિત્રતાનો. કાજુ ખાવાથી કૉલેસ્ટરોલ વધે તો છે પણ સારું કૉલેસ્ટરોલ, ખરાબ નહીં. વળી કૉલેસ્ટરોલમાં ખરી રીતે સ્વાસ્થ્યદાયક એ ગણાય કે એ બન્નેનો એટલે કે ખરાબ અને સારા કૉલેસ્ટરોલનો  રેશિયો જેટલો હોવો જોઈએ એટલી માત્રામાં રહે. આ માત્રા છે ૩.૫:૧. આ માત્રાથી નીચે હોય તો હાર્ટ ડિસીઝનુ રિસ્ક ઘણું ઓછું રહે છે. આ રેશિયોને સુધારવાનું કામ કાજુ કરે છે. આ સિવાયના લાભ જોઈએ તો એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે. વળી એ લોહીની નળીઓની હેલ્થ માટે ઘણાં સારાં છે. કાજુમાં મૅગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે આ બાબતે ઘણું મદદરૂપ તત્ત્વ છે. એમાં ઘણા ઍન્ટિ-ઑક્સિડન્ટ પણ રહેલા છે જેમ કે વિટામિન E અને સેલેનિયમ જે શરીરમાં ઇન્ફ્લમેશન અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.



કાજુ ખાવાથી લાભ ઘણા છે પણ નુકસાન ક્યારે થઈ શકે એ પણ સમજો. ૨૮ ગ્રામ કાજુમાં ૧૫૭ કૅલરી હોય છે. કાજુમાં ૧૨ ગ્રામ ફૅટ છે. એમાં પણ વધુ માત્રામાં તો મોનોસૅચ્યુરેટેડ જે ઉપયોગી છે એ જ, પરંતુ એની સાથે ૨.૫ ગ્રામ સૅચ્યુરેટેડ ફૅટ્સ પણ છે. ૫ ગ્રામ પ્રોટીન અને ૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલાં હોય છે. આમ, એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક છે પણ એની ક્વૉન્ટિટી એટલે કે માત્રા જાળવીને ખાવી જોઈએ. વધુ માત્રા લો તો કૅલરી પચવામાં ભારે પડે. એનાથી વજન પણ વધી શકે. 


મહત્ત્વનું એ છે કે મીઠાવાળાં, ચાસણીવાળાં, કલરવાળાં, આર્ટિફિશ્યલ ફ્લેવરવાળાં કે ચૉકલેટવાળાં કાજુ ન ખાવાં. જે વ્યક્તિને કૉલેસ્ટરોલ છે એ વ્યક્તિ કાજુ ન ખાય તો સારું. એનું કારણ એ નથી કે કાજુમાં કૉલેસ્ટરોલ રહેલું છે. પણ કૉલેસ્ટરોલને ઘટાડવા માટે જે દવા આપવામાં આવે છે એના ઍબ્સૉર્પ્શનમાં એ નડતરરૂપ સાબિત થઈ શકે છે, જેને લીધે આ દવાઓની અસર ઓછી થાય એવું બની શકે. દરેક વ્યક્તિને આ નિયમ લાગુ પડતો નથી. પરંતુ તમારી તાસીર પારખી એ નક્કી કરી શકાય. એટલે જો તમને કૉલેસ્ટરોલ હોય તો તમારા ડાયટિશ્યનને મળીને નક્કી કરી શકો કે તમારે કાજુ ખાવાં જોઈએ કે નહીં.

- મીનલ ભાનુશાલી
(મીનલ ભાનુશાલી અનુભવી ન્યુટ્રિશનિસ્ટ છે)


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK