Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કમર, નિતંબ અને સાથળ પરની ચરબી ઘટતી નથી?

કમર, નિતંબ અને સાથળ પરની ચરબી ઘટતી નથી?

Published : 05 October, 2026 12:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તો આ લિપિડેમાની સમસ્યા હોઈ શકે છે. મહિલાઓમાં પ્યુબર્ટી, પ્રેગ્નન્સી કે પછી મેનોપૉઝ સમયે થતા હૉર્મોનલ અસંતુલનના તબક્કામાં આ વકરે છે. આ એવી ફૅટ છે જે જિમ કે ડાયટિંગથી પણ ઓગળતી નથી ત્યારે એનાં લક્ષણો અને સમાધાન વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શું તમે પણ કલાકો સુધી જિમમાં પરસેવો પાડો છો? ફૅન્સી ડાયટ-ચાર્ટ ફૉલો કરો છો? છતાં પણ કમર, હિપ્સ અને સાથળની ફૅટ ઓછું થવાનું નામ જ નથી લેતી? જો જવાબ હા હોય તો આ માત્ર સામાન્ય ઓબિસિટી નથી, લિપિડેમા નામની એક મેડિકલ કન્ડિશન હોઈ શકે છે. જાણીતી ટીવી-ઍક્ટ્રેસ દેબિના બૅનરજીએ પણ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે ડિલિવરી પછી શરીરના નીચલા ભાગમાં સતત વધી રહેલી ફૅટ અને સોજાથી પરેશાન હતી. હેવી વર્કઆઉટ છતાં જ્યારે સાથળની ફૅટ ઓછી ન થઈ ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા અને જાણવા મળ્યું કે તેને લિપિડેમા શિકાર બની છે. આ કોઈ યુનિક સમસ્યા નથી. એક સંશોધન મુજબ દુનિયાભરમાં અંદાજે ૧૧ ટકા મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે, પણ યોગ્ય માહિતીના કારણે મોટા ભાગની મહિલાઓ એને સામાન્ય ફૅટ સમજીને અવગણે છે. 

લિપિડેમા એટલે?
લિપિડેમા એ ફૅટ ટિશ્યુ સાથે જોડાયેલો એક ક્રૉનિક ડિસઑર્ડર છે. આમાં નાભિથી નીચેના ભાગમાં જેમ કે નિતંબ, સાથળ અને પગમાં અસામાન્ય રીતે ચરબી જમા થવા લાગે છે. જે ચરબીના ગૂંચળાંની જેમ જમા થઈ જાય છે. આ ગાંઠોને કારણે પગ થાંભલા જેવા દેખાય છે અને ત્વચા પર હાથ ફેરવવાથી કડક ચરબી હોય છે. મોટા ભાગના કેસમાં આ જિનેટિક હોય છે અને  મહિલાઓમાં આવતા હૉર્મોનલ ચેન્જિસ જેમ કે પ્યુબર્ટી, પ્રેગ્નન્સી કે મેનોપૉઝ સમયે આ પ્રૉબ્લેમ વધારે વકરે છે. 



સામાન્ય ચરબી અને લિપિડેમામાં શું તફાવત?
સામાન્ય ઓબિસિટી અને લિપિડેમા દેખાવમાં એકસરખાં લાગી શકે છે, પણ બન્ને વચ્ચે તફાવત છે. ઓબિસિટીમાં ચરબી આખા શરીરમાં ગમે ત્યાં જમા થઈ શકે છે અને એની અસર પગના પંજા 
પર પણ દેખાય છે, જ્યારે લિપિડેમામાં લોઅર


બૉડી-પાર્ટ્સમાં જ ફૅટ એકઠી થાય છે અને પગના પંજા નૉર્મલ જ રહે છે. ઓબિસિટીમાં ચરબીવાળા ભાગને અડવાથી દુખાવો થતો નથી અને ત્વચા પણ સામાન્ય રહે છે. એની સરખામણીમાં લિપિડેમામાં અસરગ્રસ્ત ભાગમાં ભારેપણું અને સ્પર્શ કરવાથી પણ પેઇન અનુભવાય છે તેમ જ નાની-સૂની ઈજામાં પણ ત્વચા પર 
વાદળી-કાળા ડાઘ પડી જાય છે. 

સામાન્ય મેદ ડાયટિંગ અને નિયમિત કસરતથી ઘટી શકે છે, જ્યારે લિપિડેમાની ચરબી ઓછી થતી નથી. સાથળની ચરબી હાથમાં પકડતાં ત્વચાની અંદર નાની-નાની ગાંઠો કે રાઈના દાણા જેવી રચના અનુભવાવી કે બે સાથળના ઘર્ષણને લીધે ચાલવામાં અગવડ થવી જેવાં લક્ષણો દેખાય તો અલર્ટ થવાની જરૂર છે અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.


કન્ટ્રોલ કેવી રીતે થાય?
લિપિડેમાનો કોઈ કાયમી ધોરણે ઇલાજ નથી, પણ જો સમયસર એની ઓળખ થઈ જાય તો એને વધતો અટકાવી શકાય છે અને જીવન સરળ બનાવી શકાય છે. 
૧. પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતું મીઠું અને સાકર ખાવાને બદલે તાજાં શાકભાજી, ફળો અને સહેલાઈથી પચે એવા પ્રોટીનને આહારમાં સામેલ કરો. 
૨. સતત વજન ઊંચકવાને બદલે સ્વિમિંગ, સાઇક્લિંગ અને વૉકિંગ જેવી લો-ઇમ્પૅક્ટ એક્સરસાઇઝ કરો. પાણીમાં કરસત કરવાથી પગ પર દબાણ ઘટશે અને બ્લડ-સર્ક્યુલેશન સુધરશે. ડૉક્ટરની સલાહ મુજબ ખાસ પ્રકારનાં ટાઇટ્સ પહેરવાથી સોજો અને દુખાવો ઓછો થાય છે.
૩. મૅન્યુઅલ લિમ્ફેટિક ડ્રેનેજ નામની મસાજ થેરપી લો, જે ફસાયેલા પ્રવાહીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK