મોટા ભાગના લોકોને સાજિદ નડિયાદવાલાના નાના દીકરા સુફિયાન નડિયાદવાલાને જોઈને આવું જ લાગે છે
સાજિદ નડિયાદવાલાનો નાનો દીકરો સુફિયાન નડિયાદવાલા હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે
ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાનો નાનો દીકરો સુફિયાન નડિયાદવાલા હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં સુફિયાન પોતાના પપ્પા સાથે ફિલ્મ ‘પ્રેમ કીટાણુ’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો અને ત્યાંથી તેની અનેક તસવીરો તેમ જ વિડિયો ચર્ચામાં આવ્યા છે. આ તસવીરોમાં સુફિયાનનાં લુક, હેરસ્ટાઇલ અને મસ્ક્યુલર બૉડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ તેની સરખામણી ૯૦ના દાયકાના અભિનેતા સલમાન ખાન સાથે કરવાનું શરૂ કર્યું છે. ચાહકોને સુફિયાનની પર્સનાલિટી સલમાનની કરીઅરના શરૂઆતના દિવસોની યાદ અપાવી રહી છે.
