આ મોટું રૅકેટ હોવાની અને એમાં અનેક લોકો સંકળાયેલા હોવાની શંકા જોતાં પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૧૧ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચ પર ગેરકાયદે સટ્ટો લેવાના આરોપસર માણિકચંદ મૌર્ય નામના આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનાં સૂત્રો મુજબ શનિવારે રાતે રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટસ્ વચ્ચેની મૅચ માટે www.universalsports24.com નામની ગેરકાયદે વેબસાઇટ પર સટ્ટો લેવામાં આવી રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડીને અરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સટ્ટાની વિગતોનો સ્ક્રીનશૉટ સાથેનો મોબાઇલ જપ્ત કર્યો હતો તેમ જ પૂછપરછમાં મળેલાં આઇડી અને પાસવર્ડ દેવસિંહના નામે નોંધાયાં હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. આ મોટું રૅકેટ હોવાની અને એમાં અનેક લોકો સંકળાયેલા હોવાની શંકા જોતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

