° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


ભુલકણાપણું વધી ગયું હોય તો આ બે ચીજો અચૂક વસાવી લેજો

29 December, 2021 05:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટી ઉંમરે રેગ્યુલર દવાઓ લેવાના રૂટીનમાં જો સહેજ પણ ગરબડ થાય તો તકલીફ થઈ શકે છે અને આ બાબતમાં ઘરના બીજા લોકો પર નિર્ભર રહેવાને બદલે સમય-સમય પર લેવાની દવાનું અલાર્મ વગાડતું સ્માર્ટ પિલ બૉક્સ વસાવી લેવાથી કામ સરળ થઈ શકે છે

ભુલકણાપણું વધી ગયું હોય તો આ બે ચીજો અચૂક વસાવી લેજો

ભુલકણાપણું વધી ગયું હોય તો આ બે ચીજો અચૂક વસાવી લેજો

૬૦ વર્ષ પછી પણ શરીરમાં કોઈ બીમારી ન આવી હોય એના જેવું શ્રેષ્ઠ તો બીજું કંઈ ન હોઈ શકે, પણ દરેક વ્યક્તિ એટલી સ્વસ્થ નથી જ હોતી. બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ જેવી લાઇફસ્ટાઇલ બીમારીઓની દવાઓ રેગ્યુલર લેવાની હોય છે. અમુક ઉંમર પછી વડીલને એ પણ યાદ નથી રહેતું કે પોતે દવા લીધી કે નથી લીધી. એને કારણે ક્યારેક ડોઝ લેવાનો રહી જાય કાં પછી ડબલ ડોઝ લેવાઈ જાય. પ્રેશર અને શુગરની ગોળીઓમાં કે ઈવન ન્યુરોલૉજિકલ સમસ્યાઓ માટેની દવાઓમાં આવો મિસ્ડ ડોઝ કે ડબલ ડોઝ બહુ મોટી ઉપાધિ નોતરે એવું બની શકે.
આવું ન થાય એ માટે જેમણે રેગ્યુલર દવાઓ લેવાની છે તેમણે સ્માર્ટ પિલ બૉક્સ વસાવી લેવું જોઈએ. વીકમાં એક વાર બેસીને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાઓ એ બૉક્સમાં ભરી લેવાની અને પછી આખું વીક સમય થાય એ મુજબ પિલ બૉક્સમાંથી કાઢીને લઈ લેવાની. પહેલાં તો માત્ર આવી ડબલીઓ જ આવતી હતી જેમાં માત્ર તમે દવાઓ કાઢી લઈ શકો. આ બૉક્સ ઑર્ગેનાઇઝર જેવું જ કામ આપે છે, પણ લેટેસ્ટ જે ડિજિકલ અલાર્મ ક્લૉકવાળાં પિલ બૉક્સ આવે છે એ તમારા અસિસ્ટન્ટનું કામ આપે છે. આ સ્માર્ટ પિલ બૉક્સનું સેટિંગ મોબાઇલની ઍપમાં કરી લીધું હોય તો એ તમને સમય-સમય પર દવા લેવાનું યાદ દેવડાવવા અલાર્મ પણ વગાડે છે. અલાર્મના સાઉન્ડની સાથે જે બૉક્સમાંથી દવા તમારે લેવાની હોય એમાં લાઇટ પણ ઝબકાવે એટલે તમે ગમેતેટલા ભુલકણા હો, તમને દવા લેવાનું યાદ દેવડાવવાનું કામ પાર પડી જ જાય. 
પિલ ઑર્ગેનાઇઝર તો ઇન્ટરનેટ પર તમને અઢળક મળી જશે જેમાં દરેક દિવસનો અલગ-અલગ રંગ ધરાવતાં બૉક્સ હોય છે. કેટલાકમાં દિવસમાં ત્રણ વાર દવા લેવાના સ્લૉટ્સ હોય છે તો કેટલાકમાં ચાર. મૉર્નિંગ, લંચ, ઈવનિંગ અને નાઇટ એમ ચાર સ્લૉટ્સમાં દવાઓ રાખી શકાય. જોકે આ ઑર્ગેનાઇઝર માત્ર છે, એ તમને દવા લેવાનું યાદ નહીં દેવડાવે. 
૨૦૨૧માં બેસ્ટ પ્રોડક્ટ ડિઝાઇન માટેનો અવૉર્ડ મેળવનાર સ્માર્ટ પિલ બૉક્સ છે ટાઇનીલૉજિક્સનું. આ બૉક્સ ખરેખર સ્માર્ટ છે જેનું સ્માર્ટફોન સાથે પ્રોગ્રામ સેટિંગ કરી લેવામાં આવે તો એ પછી આપમેળે તમારી રોજિંદી દિનચર્યા મુજબ તમને દવા લેવાનું યાદ કરાવ્યા કરશે. આ સ્માર્ટ પિલ અસિસ્ટન્ટ અલાર્મ પણ વગાડશે અને જો ડોઝ મિસ થશે તો રેડ અલર્ટ બતાવશે. જો તમે ડબલ ડોઝ લઈ રહ્યા હશો તો સાયરન વગાડીને તમને રોકશે પણ ખરું.
પિલ ઑર્ગેનાઇઝર્સ 
ક્યાં મળે?: ફ્લિપકાર્ટ, ઍમેઝૉન, સિનિયોરિટી, યુબાય એમ લગભગ દરેક પ્લૅટફૉર્મ પર મળશે.
કિંમત: લગભગ ૨૮૫ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા સુધીની રેન્જ 
ટાઇનીલૉજિક્સ સ્માર્ટ પિલ અસિસ્ટન્ટ
ક્યાંથી મળે? : amazon.in
કિંમત શું? : ૬૯૦ રૂપિયાથી ૨૬૦૦ રૂપિયાની રેન્જ

  ક્યાં મળે? : thetileapp.com
કિંમત: ૯૯૯ રૂપિયાથી ૨૧૦૦ રૂપિયાની રેન્જ

ટાઇલ સ્ટિકર શોધી આપશે રિમોટ, કી અને વૉલેટ

વડીલો બીજી પણ રેગ્યુલર વપરાશની ચીજો જ્યાં-ત્યાં ભૂલી જતા હોય છે. મહત્ત્વની ચાવીઓ, ટીવી કે એસીનું રિમોટ જેવી ચીજો આડેહાથે ક્યાં મુકાઈ ગઈ એ યાદ ન આવવાથી તેઓ પરેશાન થઈ જાય છે. એના માટે ટાઇલ સ્ટિકર આવે છે. ખૂબ ટચૂકડાં આ સ્ટિકર જે-તે ચીજ પર લગાવીને એનું સેટિંગ મોબાઇલ સાથે કરવામાં આવે છે. જ્યારે પણ તમને એ ચીજ ન મળે ત્યારે મોબાઇલમાં જઈને ટ્રૅક કરો એટલે સ્ટિકરને કારણે રિન્ગ વાગવા લાગે છે અને અવાજના આધારે તમે ખોવાયેલી ચીજને ખોળી કાઢી શકો છો.

29 December, 2021 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

હવે સંસ્કૃતમાં પણ કરી શકાશે અનુવાદ: ગૂગલે સંસ્કૃત સહિત ઉમેરી આ આઠ ભારતીય ભાષાઓ

ગૂગલ ટ્રાન્સલેટના નવીનતમ પ્રોગ્રામમાં આસામી, ભોજપુરી, ડોગરી, કોંકણી, મૈથિલી, મિઝો અને મેટિલોન (મણિપુરી) જેવી અન્ય ભારતીય ભાષાઓ પણ સામેલ કરવામાં આવી છે.

12 May, 2022 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

Mother’s Day 2022: ગૂગલે મધર્સ ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, બતાવી માની મમતાની ઝલક

મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.

08 May, 2022 05:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

સાવધાન, આ રૅન્સમવેર વાઇરસ તમારો ડેટા તફડાવી લેશે ને ખબર પણ નહીં પડે

હાલમાં વિન્ડોઝ 10 રૅન્સમવેરનો શિકાર બન્યું છે જે કમ્પ્યુટર કે લૅપટૉપની તમામ ફાઇલ્સને એવી રીતે ઇન્ક્રિપ્ટ કરે છે કે ત્યાર બાદ એ ડેટાની રિકવરી મુશ્કેલ બની જાય છે. ડેટા માટે પછી ક્રિપ્ટો કરન્સીમાં ઉઘરાણી થાય છે

06 May, 2022 05:07 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK