સેક્સ-વિષયક બાબતમાં ચર્ચા કરવી કે મનમાં રહેલી મૂંઝવણ વિશે જાહેરમાં કોઈને પૂછવું એ શરમની વાત ગણાય છે અને ઘરમાં કરી ગયેલી આ માનસિકતા જ લોકોને હેરાન કરી શકે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સમય મળ્યે કૉલેજ સ્ટુડન્ટ્સને ગાઇડન્સ મળે એવા ભાવથી કૉલેજમાં લેક્ચર્સ માટે જતો હોઉં છું. પંદરેક દિવસ પહેલાં એક કૉલેજમાં ગયો. લેક્ચર પછી હાજર રહેલા સ્ટુડન્ટ્સને જાહેરમાં જ પ્રશ્ન પૂછવા માટે કહ્યું. દસ મિનિટનો સન્નાટો અને કોઈના મનમાં એક પણ જાતની દુવિધા નહીં. બહુ સારી સાઇન કહેવાય એવું કહીને હું ત્યાંથી નીકળી ગયો પણ જતાં પહેલાં મેં એક કામ કર્યું. મારો એક મોબાઇલ-નંબર મેં એ સ્ટુડન્ટ્સને આપ્યો અને તેમને કહ્યું કે ક્યારેય કોઈ ગાઇડન્સની જરૂર હોય તો મને મેસેજ કરી શકે છે. તમે માનશો, રાત સુધીમાં તો ઓછામાં ઓછા દોઢસો મેસેજ આવી ગયા!
સેક્સ-વિષયક બાબતમાં ચર્ચા કરવી કે મનમાં રહેલી મૂંઝવણ વિશે જાહેરમાં કોઈને પૂછવું એ શરમની વાત ગણાય છે અને ઘરમાં કરી ગયેલી આ માનસિકતા જ લોકોને હેરાન કરી શકે છે તો સાથોસાથ સેક્સ જેવા વિષયથી અજ્ઞાની બનાવી રાખે છે. સેક્સ ખરાબ વિષય નથી, નથી અને નથી જ. યાદ રહે આ એકમાત્ર એવો વિષય છે જેનાથી પૃથ્વી પરની જીવસૃષ્ટિનું ચક્ર સંતુલિત રહે છે પણ અફસોસ, એ વિષયને શરમજનક બનાવી દીધો છે. મેસેજમાં પુછાયેલા એક પ્રશ્નની વાત કરું.
ADVERTISEMENT
પ્રશ્ન કૉલેજમાં ભણતી એક છોકરીએ પૂછ્યો હતો. વિગતવાર તેણે વાત લખી હતી અને કહ્યું હતું કે મને અને મારા બૉયફ્રેન્ડને પ્રાઇવસી મળે ત્યારે થોડા એક્સાઇટ થઈ જઈએ પણ અમે નક્કી રાખ્યું છે કે મૅરેજ પહેલાં ફોરપ્લે જેવો રોમૅન્સ કરતાં રહીશું. એટલે હું અમારા બેઉના પ્રાઇવેટ પાર્ટ્સ ડાયરેક્ટ ટચમાં ન આવે એનું પૂરતું ધ્યાન રાખું છું. લાસ્ટ વીકમાં મારા બૉયફ્રેન્ડે ઇજેક્યુલેટ કર્યું ત્યારે મારા અન્ડરગાર્મેન્ટ્સ પર સ્પર્મનાં થોડાંક ડ્રૉપ્સ પડ્યાં, જેની ભીનાશ મને ફીલ થઈ. શું આનાથી પ્રેગ્નન્સી રહેવાના કોઈ ચાન્સિસ છે? મારે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવાની જરૂર છે?
પ્રશ્નની ગંભીરતા કરતાં પણ મને એમાં અજ્ઞાનતા વધારે દેખાય છે. સ્વાભાવિક રીતે યંગ એજમાં પહોંચ્યા પછી યંગસ્ટર્સને ખબર હોવી જોઈએ કે સ્પર્મ ક્યારેય રૂમ-ટેમ્પરેચરમાં લાઇવ ન રહે. યંગસ્ટર્સ માટે આ સાદી સમજણ છે. પણ હા, એનો અર્થ એવો નહીં કરવાનો કે આ પ્રકારની સાઇકલ ચાલતી રહે. છોકરીઓને ખાસ સલાહ આપવાની કે આ પ્રકારની કોઈ પણ પ્રૅક્ટિસ ક્યારેય ૧૦૦ ટકા સુરક્ષિત નથી. મૅરિડ હોય કે અનમૅરિડ, જો અનવૉન્ટેડ પ્રેગ્નન્સીની ન જોઈતી હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે પ્રોટેક્શનનો ઉપયોગ કરવાનો અને એમાં કોઈ સંકોચ રાખવો નહીં. જ્યારે ખબર પડી જ ગઈ છે કે પ્રાઇવસી જોખમી બની છે ત્યારે વધારે જોખમ લેવા કરતાં પ્રોટેક્શનની તૈયારી શું કામ રાખવી? -ડૉ. મુકુલ ચોકસી

