વડીલની ફરિયાદ હતી કે છેલ્લાં થોડાં વર્ષોથી તેમને ઇન્ટિમેટ રિલેશન માટે ઇચ્છા થાય પણ શરીર સાથ ન આ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હમણાં મને એક વડીલ મળ્યા. વડીલની ઉંમર હશે ૬૦ ઉપરની. તેમની ફરિયાદ હતી કે છેલ્લાં થોડાં વર્ષોથી તેમને ઇન્ટિમેટ રિલેશન માટે ઇચ્છા થાય પણ શરીર સાથ ન આપે. પરિણામે હસબન્ડ-વાઇફ વચ્ચે પણ એક પ્રકારનું સ્ટ્રેસ આવવાનું શરૂ થઈ ગયું.
ફૅમિલી-ડૉક્ટરે એ સ્ટ્રેસનું કારણ પણ ઇન્ટિમેટ રિલેશનશિપનો અભાવ દર્શાવ્યો એટલે વડીલે પોતાની રીતે જ માર્કેટમાં મળતાં શક્તિવર્ધક તેલ એકઠાં કરવાનું શરૂ કર્યું અને એનાથી પ્રાઇવેટ પાર્ટ પર માલિશ કરવાનું શરૂ કરી દીધું, પણ કોઈ અસર થઈ નહીં. મોંઘુંદાટ જપાની તેલ પણ મગાવીને વાપર્યું પણ એની પણ કોઈ અસર થઈ નહીં. જે ઉંમર પર વડીલ હતા એ ઉંમરે સ્વાભાવિક રીતે તેમને ડાયાબિટીઝની તકલીફ હતી. શુગર થોડી વધારે રહેતી પણ બીજા કોઈ હાર્ટ-પ્રૉબ્લેમ નહોતા. તેમની મૂંઝવણ એ હતી કે પાછળની લાઇફ પણ તે આનંદપૂર્વક માણવા માગતા હતા.
ADVERTISEMENT
તેમની મૂંઝવણ હકીકતમાં તો આજના સમયમાં મોટા ભાગના વડીલોની મૂંઝવણ જેવી છે અને એ માટેનું સૌથી સાચું માર્ગદર્શન જો કોઈ હોય તો એ કે તેમણે સૌથી પહેલાં તો મનમાંથી નકારાત્મક ભાવ દૂર કરવો જોઈશે. એક વાત યાદ રાખજો, કુદરતે શરીરના આવેગની કોઈ ચોક્કસ ઉંમર લખી નથી એટલે એવું માનવાની જરૂર નથી કે જૉબ-રિટાયરમેન્ટ પછી સેક્સલાઇફમાં પણ રિટાયરમેન્ટ આવે જ. સાઇકોલૉજી અને સેક્સોલૉજીમાં એક વાત બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે ઇન્ટિમેટ થવાની ઇચ્છા જ પહેલી સફળતા છે. જો મન જ ન થતું હોય તો મૂંઝવણ થવી જોઈએ પણ ઇચ્છા થતી હોય તો ગભરાવાની જરૂર નથી.
હવે સવાલ છે આગળ કેમ વધવું તો પહેલાં કહેવાનું, જપાની તેલ કે પછી બીજા શક્તિવર્ધક તેલનો ઍલોપથીમાં જ નહીં, આયુર્વેદમાં પણ ક્યાંય ઉલ્લેખ નથી. સેક્સનો વિષય ભારતમાં એ સ્તર પર અછૂત રહ્યો છે કે લોકો કોઈની પણ સલાહ વિના આ પ્રકારના અળવીતરા અખતરા કરવા તૈયાર થઈ જાય છે. વર્ષો પહેલાં એક મેડિકલ પ્રૅક્ટિશનરે કપૂરમિશ્રિત તેલને સેક્સપાવર વધારવાના તેલ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. એનાથી થતા સેન્સેશનને લીધે સાઇકોલૉજિકલ અસર એવી ઊભી થતી હતી કે જે તેલ વાપરીએ છીએ એની આ અસરકારકતા છે, પણ હકીકતમાં એવું હોતું નથી.
આ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે ઉટપટાંગ રસ્તાઓ વાપરવાને બદલે કે પછી મિત્રો પાસેથી સલાહો લઈને આગળ વધવા કરતાં જે-તે ફીલ્ડના એક્સપર્ટ્સને મળવું જોઈએ, ઍટ લીસ્ટ
ફૅમિલી-ડૉક્ટરની સલાહ તો લેવી જ જોઈએ.
ફૅમિલી-ડૉક્ટર વ્યક્તિની અન્ય સમસ્યાઓથી પણ વાકેફ હોવાને લીધે યોગ્ય માત્રા અને ડોઝ મુજબ મેડિસિનનું સજેશન કરશે જેનાથી નુકસાનની બીક નીકળી જશે.


