ઇતિહાસનું અધ્યયન કરવાથી તમે ભૂતકાળ અને તેની સાથે પોતાના સંબંધોને વધારે સારી રીતે સમજી શકો છો. ઇતિહાસ ઊંડી સમજણ શક્તિ વિકસાવે છે અને તમને ભવિષ્યની પેઢી માટે તમારા ભૂતકાળને સંરક્ષણ આપે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
બધા વિદ્યાર્થીઓને સ્ટડી દરમિયાન કોઇક ને કોઇક વિષય સાથે જોડાણ હોય છે. આ વિષય તે હોય છો, જે તેમને સમજાય છે અને તે આ વિષય વાંચવું પસંદ કરે છે. આમાં વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ જેવા કોઈપણ વિષય હોઈ શકે છે. જો તમને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે લાગણી છે તો આ આર્ટિકલ તમારી માટે જ છે. તમે ઇતિહાસમાં પોતાની કારકિર્દી ઘડી શકો છો. અહીં તમને ઇતિહાસના દરેક કાળની રાજનૈતિક, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ વિશે માહિતી મળશે. ઇતિહાસનું અધ્યયન કરવાથી તમે ભૂતકાળ અને તેની સાથે પોતાના સંબંધોને વધારે સારી રીતે સમજી શકો છો. ઇતિહાસ ઊંડી સમજણ શક્તિ વિકસાવે છે અને તમને ભવિષ્યની પેઢી માટે તમારા ભૂતકાળને સંરક્ષણ આપે છે.
ઇતિહાસમાં કરિઅર બનાવવા માટે તમારે 12મા ધોરણ પછી આ વિષય સાથે ગ્રેજ્યુએશન કરવાનું હશે. તેના પછી તમે તમારી ક્ષમતા પ્રમાણે પીજી, એમફિલ અને પીએચડી સુધી કરી શકો છો. ઇતિહાસમાં જો તમે રેગ્યુલર કૉર્સ નથી કરવા માગતા, તો અહીં તમારી માટે 7 એવા રસપ્રદ કૉર્સ વિશે માહિતી છે, જ્યાં તમે તમારી કરિઅર બનાવીને પોતાની જૉબનો આનંદ પણ માણી શકો છો.
1. પુરાતત્વ (Archaeology) -
ઇતિહાસમાં આવનારા મોટાભાગના વિદ્યાર્થીઓની પહેલી પસંદ પુરાતત્વમાં ભણવાની હોય છે. કારણકે મોટાભાગના ભારતીય વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પુરાતત્વમાં એમએ પર પાઠ્યક્રમ આપે છે. ગ્રેજ્યુએશન પછી કોઈપણ આ કૉર્સ કરી શકે છે અને પછી રિસર્ચ ડિગ્રી માટે જઈ શકે છે. તમે વિદેશમાં ભણીને પુરાતત્વમાં ડિગ્રી મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. પુરાતત્વવિદોનું કામ ઐતિહાસિક તેમજ પ્રાચીન ધરોહર શોધવાનો છે. આ માટે તેમને સારી સેલરી પણ મળે છે.
2. એન્થ્રોપોલૉજિસ્ટ (Anthropology) -
ઇતિહાસમાં એન્થ્રોપોલૉજિસ્ટ બનવું પણ એક રસપ્રદ કરિઅર ઑપ્શનમાંનું એક છે. આજના સમયમાં ભારતના અનેક વિશ્વવિદ્યાલયોમાં એન્થ્રોપોલૉજીનું અધ્યયન કરાવવામાં આવે છે. આ વિષયમાં ભૂતકાળ અને વર્તમાન સમાજ સાથે મનુષ્યના વિભિન્ન પાસાઓનું અધ્યયન કરાવવામાં આવે છે. એન્થ્રોપોલૉજિસ્ટના અધ્યયન માટે સંબંધિત વિભિન્ન ક્ષેત્રો પણ છે, જેમ કે- રાજનીતિ, સંસ્કૃતિ અને ભાષા વગેરે. આ વિષયોની સ્ટડી ઘણી રસપ્રદ હોય છે, આમાં તમે ભારત સાથે વિદેશમાં પણ રિસર્ચ કરી શકો છો.
3. સાંસ્કૃતિક અધ્યયન (Cultural Studies) -
જો તમને પોતાના દેશની સંસ્કૃતિમાં રસ છે, તો તમે આ વિષયમાં રિસર્ચ પણ કરી શકો છો. ભારતના અનેક વિશ્વવિદ્યાલયોમાં સાંસ્કૃતિક અધ્યયનમાં એમએનો કૉર્સ કરાવવામાં આવે છે. આ કૉર્સમાં સ્વદેશી સંસ્કૃતિ, લોકગીત, મીડિયા, સાંસ્કૃતિક અધ્યયન અને સિદ્ધાંત સામેલ છે. સાંસ્કૃતિક અધ્યયન તમને આ ક્ષેત્રમાં અનેક અન્ય નોકરીની પણ તક આપે છે. કૉર્સ પૂરો કર્યા પછી તમે દેશના કોઈપણ ખૂણે સ્થિત સંગ્રહાલય, વારસા સ્થળ, આર્ટ ગેલરીમાં સારી જૉબ મેળવી શકો છો.
4. ફ્રેસ્કો (FRESCO) -
ઇતિહાસના કૉર્સમાં ફ્રેસ્કો કે આર્ટ રિસ્ટોરેશન સૌથી રસપ્રદ કૉર્સમાંનો એક છે. આમાં તમે આર્ટ રેસ્ટોરેશન કરવાની રીત શીખવવામાં આવે છે, જેથી તમે તમારા સાંસ્કૃતિક વારસાને તેના મૂળ રૂપે પાછા લઈ શકો. ખોદકામ દરમિયાન મોટાભાગની એવી પ્રાચીન કૃતિ કે મૂર્તિઓ મળે છે, જે પોતાની મૂળ અવસ્થા ગુમાવી ચૂકી હોય છે. એવામાં તેમનું ફરી રેસ્ટોરેશન કરવામાં આવે છે. આ કાર્ય ફ્રેસ્કો કે આર્ટ રિસ્ટોરેશનના જાણકારો કરતા હોય છે.
5. સંગ્રહાલય વિજ્ઞાન (Museology) -
સંગ્રહાલય વિજ્ઞાન કૉર્સમાં સંગ્રહાલયોનું અધ્યયન કરવામાં આવે છે. ગ્રેજ્યએશન પછી તમે સંગ્રહાલય વિજ્ઞાનમાં આ કૉર્સ કરી શકો છો. કૉર્સ દરમિયાન તમને સંગ્રહાલયોના ઇતિહાસ, દસ્તાવેજીકરણ, કલા, ચિત્રકારી વિશે સવિસ્તર જણાવવામાં આવે છે. આજના સમયમાં આની માગ ખૂબ જ વધારે છે. આ ફીલ્ડની ખાસ વાત એ છે કે આમાં તમે રિસર્ચ પણ કરી શકો છો. જો તમને જ્ઞાન છે તો અહીં જૉબની કોઈ અછત નથી.
6. મુદ્રાશાસ્ત્ર (Numismatics) -
મુદ્રાશાસ્ત્રમાં પ્રાચીન તેમજ જૂના સિક્કાઓનું અધ્યયન કરવામાં આવે છે. જ્યારે પણ સરકારને જમીનમાંથી કોઈપણ જૂનું ચલણ મળે છે, તો આ વિશેષજ્ઞોની મદદ લેવામાં આવે છે. મુદ્રા શાસ્ત્રોમાં તે વિદ્વાન પણ સામેલ છે જે સરકારી સંગઠન અને વિશ્વવિદ્યાલયોની સાથે કામ કરે છે. ન્યૂમિઝઝમાટિક્સ અધ્યયન ઇતિહાસ અને પુરાતત્વ અધ્યયનો એક ભાગ છે. હજી પણ વિશ્વની ઘણી ઓછી સંસ્થાઓ છે જે મુદ્રાશાસ્ત્ર પર કૉર્સ કરાવે છે. જો કે, આ એક ખૂબ જ સારો કરિઅર ઑપ્શન છે જે તમને ઇતિહાસની વધુ નજીક લઈ જાય છે.
7. પૌરાણિક અધ્યયન (Mythological Studies) -
જો તમને પૌરાણિક કથાઓમાં રસ છે, તો તમે આ વિષયમાં સ્ટડી કરી શકો છો. આ સૌથી જૂદો અને અનોખો કૉર્સ છે. આજના સમયમાં લોકોનો રસ આ કૉર્સ તરફ વધી રહ્યો છે. વિદેશમાં કેટલાક વિશ્વવિદ્યાલયો છે, જે પૌરાણિક અધ્યયનમાં ડિગ્રી આપે છે. તો ભારતમાં હજી માત્ર મુંબઈ વિશ્વવિદ્યાલય આ વિષયમાં ડિગ્રી આપે છે. જો તમે કંઇક ઑફબીટ કૉર્સ કરવા માગો છો તો આ તમારી માટે બેસ્ટ કૉર્સ છે.