ઑલિમ્પિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે
ઑલિમ્પિક કક્ષાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ
અમદાવાદમાં ૨૦૩૬માં ઑલિમ્પિક્સ યોજાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ કમર કસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં ૮૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઑલિમ્પિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે. વિવિધ રમતો માટે અલગ-અલગ ચાર બ્લૉક અને આઉટડોર કોર્ટ ઉપરાંત ફિટ ઇન્ડિયા ઝોનની સાથે કૅફે એરિયા, ફૂડ કોર્ટ, રેસ્ટોરાં, જિમ, કૉન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી પણ આ કૉમ્પ્લેક્સમાં ઉપલબ્ધ હશે.

