સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફે રાત-દિવસ જોયા વિના પોતાની નૈતિક ફરજ સમજીને ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યું હતું.
કર્મચારીઓને સન્માનિત કરી રહેલા સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી.
અમદાવાદમાં બનેલી પ્લેન-ક્રૅશની ગોઝારી દુર્ઘટનાને ગઈ કાલે એક મહિનો પૂરો થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનારા વર્ગ ૩ અને વર્ગ ૪ના ૪૫૦ જેટલા કર્મચારીઓનું હૉસ્પિટલ તંત્રએ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.
ADVERTISEMENT
સન્માન કાર્યક્રમમાં સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતો.