મહાવીરનગરમાં શરૂ કરવામાં આવેલા એક ડિઝર્ટ આઉટલેટમાં ટ્રેન્ડિંગ, ઇન્ટરનૅશનલ અને ફ્યુઝન ડિઝર્ટની અનેક વરાઇટી મળી રહી છે
ચૉકલેટ કૉસ્મૉસ, રાજ આર્કેડ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).
જો તમે પણ ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા ઇન્ટરનૅશનલ અને ફ્યુઝન ડિઝર્ટના ફૅન હો તો તમારે મહાવીરનગરમાં આવેલા આ સ્ટૉલમાં એક વખત જવા જેવું છે. આજકાલ ઇન્ટરનૅશનલ ડિઝર્ટનું ઘેલું ઘણું જોવા મળી રહ્યું છે. લગ્નોમાં પણ હવે ઇન્ટરનૅશનલ ડિઝર્ટ પીરસવામાં આવી રહ્યું છે. કેટલાંક ડિઝર્ટનાં નામ તો ઘણા લોકોએ સાંભળ્યાં પણ નહીં હોય. આવાં જ કેટકેટલાંય ડિઝર્ટ મહાવીરનગરના આ ડિઝર્ટ આઉટલેટમાં મળી રહ્યા છે.
મહાવીરનગરમાં ચૉકલેટ કૉસ્મૉસ નામનો એક સ્ટૉલ છે જેમાં માત્ર ને માત્ર ડિઝર્ટની આઇટમ્સ જ મળે છે અને ટ્રેન્ડ પ્રમાણે અહીં લેટેસ્ટ ડિઝર્ટ પણ ઑફર થતાં રહે છે. કેટલાક ઇનોવેટિવ ડિઝર્ટ પણ તેમના મેનુમાં જોવા મળશે. એમાં એક છે ચીઝકેક પૉપ્સિકલ્સ. ચીઝકેકને પૉપ્સિકલની જેમ સર્વ કરવામાં આવે છે એટલે એનું નામ ચીઝકેક પૉપ્સિકલ્સ રાખવામાં આવ્યું છે. એમાં અલગ-અલગ વરાઇટી પણ ઑફર કરવામાં આવે છે; જેમ કે ઓરિયો, કિટકૅટ, નટેલા વગેરે સાથે ભરપૂર લિક્વિડ ચૉકલેટ. અહીં દુબઈની પ્રખ્યાત બૉમ્બોલોની પણ મળે છે જેમાં પણ અનેક વરાઇટી છે જેમ કે કિટકૅટ અને કુનાફા વગેરે. વિદેશમાં આ બૉમ્બોલોનીમાં મોટા ભાગે ઈંડાં વાપરવામાં આવતાં હોય છે પણ અહીં એગલેસ બનાવવામાં આવે છે. દુબઈની વધુ એક પ્રખ્યાત ડિઝર્ટ આઇટમ કુનાફા નટેલા બૉમ્બ પણ મળે છે. આ સિવાય કેક બાઉલ, કોરિયન મિલ્ક ડોનટ્સ, મડ કેક વગેરે અનેક ડિઝર્ટ મળે છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : ચૉકલેટ કૉસ્મૉસ, રાજ આર્કેડ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).
સમય : સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી.

