Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્રમાં હાઇવે પર સર્જાઈ કરુણાંતિકા, સાતનાં મોત

સૌરાષ્ટ્રમાં હાઇવે પર સર્જાઈ કરુણાંતિકા, સાતનાં મોત

Published : 14 April, 2026 11:27 AM | IST | Saurashtra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર–વિરમગામ હાઇવે પર મોડી રાતે સર્જાયો અકસ્માત: ફુલસ્પીડમાં આવી રહેલા ડમ્પરે પદયાત્રીઓને અડફેટે લેતાં ૭ જણનાં ઘટનાસ્થળે જ મોત: પદયાત્રીઓની ચીસાચીસથી હાઇવે પર છવાયો કાળનો ઓછાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સૌરાષ્ટ્રમાં ગઈ કાલે મોડી રાતે કરુણાંતિકા સર્જાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે પર ફુલસ્પીડમાં આવી રહેલા ડમ્પરચાલકે એડફેટે લેતાં ઘટનાસ્થળે જ ૭ પદયાત્રીઓનાં મોત થયાં હતાં જ્યારે પાંચથી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓની ચીસાચીસથી હાઇવે પર કાળનો ઓછાયો છવાઈ ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.  

કાળજું કંપાવી દે એવી આ ઘટના લખતરના ભાસ્કરપરા પાસે બની હતી. મુંધવા પરિવારનો સંઘ રાજકોટના ગઢકા ગામથી વિરમગામ રાજબાઈ માની ધજા ચડાવી મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જઈ રહ્યો હતો. આ સંઘ છારદથી પગપાળા વિઠ્ઠલગઢ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એક ટ્રકચાલક ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો ત્યારે પદયાત્રીઓ એનાથી આગળ જઈ રહ્યા હતા એ દરમ્યાન રાજકોટ તરફથી લખતર તરફ ફુલસ્પીડમાં જઈ રહેલું એક ડમ્પર ટાયર બદલવા ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું જેને કારણે ઘટનાસ્થળે જ ટાયર બદલી રહેલા ટ્રક-ડ્રાઇવર સહિત ૭ પદયાત્રીઓનાં મોત થયાં હતાં જેમાં પાંચ મહિલા સહિત બે પુરુષોનો સમાવેશ છે. આ ઘટનામાં ડમ્પરચાલક આદિત્ય ગોકનિયાને ઝડપી લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 11:27 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK