GIFT સિટીની મુલાકાત લેતા મુલાકાતીઓ તેમ જ વિદેશી અને અન્ય રાજ્યોના મુલાકાતીઓને લિકર-સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના પાટનગર ગાંધીનગરને અડીને આવેલા ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ ટેક (GIFT) સિટીમાં અધિકૃત રીતે કામ કરતા અધિકારી, GIFT સિટીની મુલાકાત લેતા મુલાકાતીઓ તેમ જ વિદેશી અને અન્ય રાજ્યોના મુલાકાતીઓને લિકર-સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.
GIFT સિટી વિસ્તારમાં આપવામાં આવેલી વાઇન ઍન્ડ ડાઇન ફૅસિલિટીમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. વાઇન ઍન્ડ ડાઇન ફૅસિલિટી અંતર્ગત GIFT સિટીમાં ઔદ્યોગિક એકમોની મુલાકાત માટે બહારથી આવતા વિઝિટર્સને સરળતાથી ટેમ્પરરી પરમિટ મળી રહે એ હેતુથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેતુથી GIFT સિટીમાં ઔદ્યોગિક હેતુથી આવતા વિઝિટર્સ વાઇન ઍન્ડ ડાઇન તેમ જ હોટેલ–રેસ્ટોરાંના અન્ય કોઈ પણ પ્રિમાઇસિસ જેમ કે રેસ્ટોરાં, લૉન એરિયા, પૂલસાઇડ, ટેરેસ વગેરેમાં ઉપયોગ કરી શકશે. આ પૉલિસીમાં ફક્ત GIFT સિટીમાં કામ કરતા અધિકારી–કર્મચારી તેમ જ ઔદ્યોગિક હેતુસર અહીં વિઝિટ કરતા અન્ય દેશના તથા અન્ય રાજ્યોના મુલાકાતીઓ સરળતાથી વાઇન અને ડાઇન ફૅસિલિટીનો ઉપયોગ કરી શકે એ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે વાઇન અને ડાઇન પૉલિસીમાં ફેરફાર કરવામાં આવેલો છે. આ ફેરફાર ગુજરાતના નાગરિકોને લાગુ પડતો નથી. GIFT સિટીમાં યોજાતા આંતરરાષ્ટ્રીય–રાષ્ટ્રીય લેવલના કન્વેન્શન, કૉન્ફરન્સ, બિઝનેસ મીટિંગો જેવી ઇવેન્ટ અંતર્ગત ગ્રુપ-પરમિટ સરળતાથી ઇશ્યુ કરી શકાય એ હેતુથી ઑથોરાઇઝ્ડ ઑફિસરને ઇશ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે.


