૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલનાં પૌત્ર, પ્રપૌત્ર, પ્રપ્રપૌત્રી પણ હાજર રહેશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં
સરદાર વલ્લભભાઈ પટેલ
આઝાદી બાદ ભારતને એકતાના તાંતણે જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ઑક્ટોબરે ૧૫૦મી જન્મજયંતી છે અને એ પ્રસંગે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે ઊભી કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લેશે.
સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ૮૦ વર્ષના પૌત્ર ગૌતમ પટેલ અને તેમનાં પત્ની નંદિતા પટેલ, પ્રપૌત્ર કેદાર પટેલ અને તેમનાં પત્ની રીના પટેલ તેમ જ ૧૩ વર્ષની પ્રપ્રપૌત્રી કરીના પટેલ એકતાનગર આવશે. આ ઉપરાંત ગૌતમ પટેલના પિતરાઈ ભાઈ તેમ જ તેમનાં પત્ની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


