Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મારી ઑફિસ પરથી પ્લેન પસાર થઈને બિલ્ડિંગ સાથે ટકરાયું

મારી ઑફિસ પરથી પ્લેન પસાર થઈને બિલ્ડિંગ સાથે ટકરાયું

Published : 13 June, 2025 10:23 AM | Modified : 14 June, 2025 07:13 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આશુતોષ પાંડેએ કહ્યું કે અમે બધા જીવ બચાવીને બહાર દોડ્યા, પ્રચંડ બ્લાસ્ટ હતો અને આગ લાગવા સાથે ધુમાડો જ ધુમાડો છવાઈ ગયો તથા દોડાદોડ મચી ગઈ

આશુતોષ પાંડે

આશુતોષ પાંડે


અમદાવાદમાં કાળજુ કંપાવી દેતી પ્લેન ક્રૅશની કરુણાંતિકા જ્યાં ઘટના બની એ સ્થળની નજીક ઑફિસ ધરાવતા આશુતોષ પાંડેએ કહ્યું કે અમે બધા જીવ બચાવીને બહાર દોડ્યા, પ્રચંડ બ્લાસ્ટ હતો અને આગ લાગવા સાથે ધુમાડો જ ધુમાડો છવાઈ ગયો તથા દોડાદોડ મચી ગઈ


અમદાવાદમાં ગઈ કાલે કાળજુ કંપાવતી પ્લેન ક્રૅશની ઘટના બની એ સ્થળની નજીક આશુતોષ પાંડેની ઑફિસ પરથી પ્લેન આવીને બિલ્ડિંગને ટકરાયું હતું અને પ્રચંડ ધડાકા સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેની જાણ થતાં જ આશુતોષ પાંડેની સાથે તેમની ઑફિસમાં કામ કરતા લોકો બહાર દોડ્યા હતા. જોકે બહાર આવ્યા બાદ ગંભીર ઘટનાની જાણ થતાં ખ્યાલ આવ્યો હતો કે તેઓ બચી ગયા છે. જોકે એ પછી તેઓ બચાવ-કામગીરી માટે દોડી ગયા હતા.



જ્યાં પ્લેન ક્રૅશ થયું એ ઘટનાસ્થળે આશુતોષ પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કાર્ગો સપ્લાયનું કામ કરું છું એટલે મારી ઑફિસ ઘટનાસ્થળની પાછળ આવેલી છે. ગઈ કાલે ઑફિસમાં અમે પાંચ લોકો કામ કરી રહ્યા હતા. એ દરમ્યાન અચાનક ઑફિસ પરથી પ્લેન પસાર થવાનો ભયંકર અવાજ આવ્યો હતો અને કંઈ સમજીએ એ પહેલાં તો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. મોટી તીવ્રતા સાથે એવો અવાજ આવ્યો જાણે આતંકવાદી હુમલો થયો હોય. પ્લેન મારી ઑફિસ પરથી આવીને થોડે આગળ આવેલા બિલ્ડિંગને ટકરાયું હતું. અમે માનીએ છીએ કે અમારા બધાનો જીવ બચી ગયો. અમે જીવ બચાવીને ઑફિસની બહાર દોડી આવ્યા હતા. બહાર આવીને જોયું તો ધુમાડો જ ધુમાડો જોવા મળ્યો હતો. થોડી વાર માટે તો કશું દેખાયું જ નહીં અને આગ લાગેલી જોવા મળી. ભાગદોડ થવા લાગી હતી. અમે તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયેલું જોવા મળ્યું હતું. મોટી દુર્ઘટના થઈ હોવાથી દોડાદોડી થઈ ગઈ હતી. સમયને પારખીને અમે પોલીસની સાથે બચાવ-કામગીરીમાં લાગી ગયા હતા. જે રીતે આખી ઘટના બની એ જોતાં અમને લાગ્યું કે અમે બચી ગયા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:13 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK