Fire in Banaskantha Factory: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે એક ફટાકડાની ફૅક્ટરીમાં ભીષણ આગ લાગતા ૧8 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ફૅક્ટરીમાં અનેક વિસ્ફોટો થયા હતા
બનાસકાંઠાની ફટાકડાની ફેક્ટરીમાં આગ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે એક ફટાકડાની ફૅક્ટરીમાં ભીષણ આગ લાગતા ૧૩ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ફૅક્ટરીમાં અનેક વિસ્ફોટો થયા, જેના કારણે ડીસા નજીક આવેલી આ ફૅક્ટરીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. ફૅક્ટરીના ધ્વસ્ત થવાના કારણે કાટમાળ નીચે ઘણા શ્રમિકો ફસાયા હોવાની શક્યતા છે. ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચૌધરીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની ટીમ કાટમાળમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો કરી રહી છે. બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની કસર રાખવામાં આવી નથી. જિલ્લા પ્રશાસનના એક અધિકારીએ 18 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે અન્ય છ લોકોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, "આજે સવારે ડીસાના ઉદ્યોગ વિસ્તારમાં ભીષણ વિસ્ફોટ થયાની જાણ થઈ. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. શરૂઆતમાં 18 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું જણાયું હતું, પરંતુ હવે આ આંકડો વધીને ૧8 પહોંચી ગયો છે." તેમણે વધુમાં કહ્યું કે ઘાયલ શ્રમિકોને તાત્કાલિક તબીબી સારવાર માટે અલગ-અલગ હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે ફૅક્ટરીના છાપરા અને દિવાલો પણ ધરાશાયી થઈ ગયા. બચાવ ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ માટે ઝુંબેશ ચાલુ છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે મંગળવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા વિસ્ફોટમાં રાજ્યના મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય પ્રધાન ઑફિસ (Chief Minister`s Office) એ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે અને રાજ્યના કામદારોને સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવશે. "એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મધ્યપ્રદેશના કામદારોના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે અને કામદારોને મદદ કરવા અને તેમના પરિવારોને મદદ કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે," મુખ્ય પ્રધાન ઑફિસ (Chief Minister`s Office) એ જણાવ્યું હતું.
ADVERTISEMENT
કટકના શૉપિંગ મૉલમાં આગ, કોઈ જાનહાનિ નહીં
મંગળવારે ઓડિશાના કટકમાં આવેલા એક શૉપિંગ મૉલમાં આગ લાગી હતી. આ આગમાં લાખો રૂપિયાનો કિંમતી માલસામાન બળી ગયો. પરંતુ, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ અનુસાર એસીમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે.

