India-Pakistan Tensions: પાકિસ્તાની સેનાએ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તમામ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા
રક્ષામંત્રી રાજનાથ સિંહ
India-Pakistan Tensions: રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના ભુજની મુલાકાતે જવાન છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ભારત-પાકિસ્તાન બોર્ડર એરિયાની પણ મુલાકાત લેશે. તમને ખ્યાલ છે તેમ હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ દરમિયાન, પાકિસ્તાની સેનાએ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતના સુરક્ષા દળોએ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની મદદથી પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
આખરે, સતત લશ્કરી નિષ્ફળતાઓનો (India-Pakistan Tensions) મળ્યા બાદ થાકીને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ભુજ રુદ્ર માતા એરફોર્સ સ્ટેશન એ ભુજમાં સ્થિત ભારતીય વાયુસેનાનું મુખ્ય એરબેઝ છે. ત્યાં રાજનાથ સિંહ મુલાકાત લેવાના છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ સ્ટેશન ભુજ એરપોર્ટ સાથે રનવે શેર કરે છે અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળ કાર્યરત છે. ભુજ એરફોર્સ સ્ટેશન, જેમાં 27 વિંગનો સમાવેશ થાય છે. ભારત-પાકિસ્તાન સરહદની નજીક હોવાને કારણે હવાઈ સંરક્ષણ અને દેખરેખ માટે એક મહત્વપૂર્ણ બેઝ માનવામાં આવે છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ ભુજ એરબેઝની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારની પણ મુલાકાત લેશે. રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાના છે અને પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવેલા ત્યાં ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ ચાલી રહેલા મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તેઓ તપાસ અને સમીક્ષા પણ કરી શકે છે.
થોડાક સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. આદમપુર એરબેઝની મુલાકાત દરમિયાન, (India-Pakistan Tensions) પ્રધાનમંત્રીને વાયુસેનાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને કામગીરીમાં સામેલ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
આમ, ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને કડક ચેતવણી આપ્યા બાદ રક્ષામંત્રી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ભૂજ એર બેઝની મુલાકાત કરશે. તેમના પ્રવાસ દરમિયાન પશ્ચિમી વાયુ કમાન્ડના વડા પણ તેમની સાથે રહેશે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પશ્ચિમી સરહદો પર સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. (India-Pakistan Tensions) રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રક્ષામંત્રીની મુલાકાત
પાકિસ્તાન અને તેના સાથી દેશોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતીય એરબેઝ પર પાકિસ્તાની ડ્રોન હુમલાઓનો કોઈ પ્રભાવ (India-Pakistan Tensions) પડ્યો નથી, પરંતુ પાકિસ્તાનને જ ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનના ડ્રોન બિનઅસરકારક રહ્યા છે. તે તમામ ડ્રોન હુમલાઓ નિષ્ફળ કરી નાખવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાનના ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી નાખ્યા હતા. અને એ પણ જણાવી દઈએ કે ભારતીય એરબેઝ સંપૂર્ણપણે કાર્યરત અને સુરક્ષિત છે.

