૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશની ૫૫૦ યુવતીઓ ભાગ લેશે
અંબાજીમાં આજથી પહેલી વાર યોજાશે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી આદ્યશક્તિની શક્તિપીઠ અંબાજીમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ટૂરિઝમ કૉર્પોરેશન ઑફ ગુજરાત અને આર્ચરી અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આજથી પહેલી વાર આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ ખેલો ઇન્ડિયા નૅશનલ રૅન્કિંગ ફૉર વિમેન આર્ચરી ટુર્નામેન્ટ આજથી ત્રણ દિવસ માટે યોજાશે જેમાં ભારતનાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૫૦ જેટલી યુવતીઓ ભાગ લેશે અને તેમની પ્રતિભા રજૂ કરશે. ગુજરાત સરકારે આ તીરંદાજી સ્પર્ધાના ઉદ્ઘાટન સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. અંબાજીમાં યોજાનારી આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ૪૧,૫૨,૦૦૦ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તીરંદાજી સ્પર્ધાની સાથે-સાથે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો થશે તથા ૧૦૦થી વધુ કલાકારો માતાજીની સ્તુતિ અને અર્ચના કરશે.

