MNS મરાઠી મુદ્દે હિન્દી ભાષીઓને નિશાન બનાવી રહી છે, જેને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત રેસ્ટૉરન્ટ અને હોટેલને મરાઠીમાં સાઈનબૉર્ડ લગાડવાની ચેતવણી આપવામાં આવી છે. આવું ન કરવા પર પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
MNS મરાઠી મુદ્દે હિન્દી ભાષીઓને નિશાન બનાવી રહી છે, જેને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત રેસ્ટૉરન્ટ અને હોટેલને મરાઠીમાં સાઈનબૉર્ડ લગાડવાની ચેતવણી આપવામાં આવી છે. આવું ન કરવા પર પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી છે. MNS કાર્યકર્તાઓએ કેટલાક બૉર્ડને નુકસાન પહોંચાડ્યું છે.
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મરાઠી મુદ્દે સતત હિન્દી ભાષીઓને નિશાન બનાવી રહી છે. લગભગ દરરોજ અનેક લોકોને મારવાના સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન હવે મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત રેસ્ટૉરેન્ટ અને હોટેલને નિશાન બનાવ્યા છે. MNSએ હાઈવે પર બનેલા રેસ્ટૉરન્ટ અને હોટેલ્સ ચેતવણી આપી કે તે સાઈનબૉર્ડ અને મેનૂ કાર્ડની ભાષા મરાઠીમાં કરે. જો તેમણે એવું ન કર્યું તો તેમણે આના પરિણામ ભોગવવા પડશે.
ADVERTISEMENT
રાજ ઠાકરેના પક્ષના કાર્યકરોએ હાઇવે પર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી નામોવાળા કેટલાક બોર્ડ તોડી નાખ્યા હતા. તેઓએ ગુજરાતીમાં સાઇનબોર્ડવાળી હોટલ અને રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.
મનસેએ ધમકી આપી હતી
વસઈ મનસેના કાર્યકર પ્રશાંત ખાંબેએ જણાવ્યું હતું કે પાર્ટીના વડા રાજ ઠાકરેએ કહ્યું છે કે મરાઠી અને મહારાષ્ટ્ર પર કોઈ સમાધાન થશે નહીં. મનસેના પાલઘર અને થાણેના વડા અવિનાશ જાધવે પણ આ મુદ્દે ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમે હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયીઓને કહ્યું છે કે જો તમે મહારાષ્ટ્રમાં વ્યવસાય કરવા માંગતા હો તો બૉર્ડ મરાઠીમાં બદલો.
ધારાસભ્યને ઓફિસમાંથી બોર્ડ હટાવવું પડ્યું
ગયા સોમવારે, નવી મુંબઈના સીવુડ્સમાં ગુજરાત ભાજપના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ બહાદુર સિંહ જાડેજાના કાર્યાલયમાંથી મનસેના સભ્યોએ ગુજરાતી સાઇનબોર્ડ હટાવવાની ફરજ પાડી હતી. આ વિવાદને લઈને પોલીસની હાજરીમાં ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયની બહારથી સાઇનબોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. વીરેન્દ્ર સિંહ બહાદુર સિંહ જાડેજા ગુજરાતના રાપર મતવિસ્તારના ધારાસભ્ય છે. મનસેએ ગયા અઠવાડિયે બોર્ડ હટાવવાની અંતિમ ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મનસેના સ્થાપક રાજ ઠાકરે વિરુદ્ધ અરજી પર સુનાવણી કરી. મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ઉશ્કેરનારા તેમના ભાષણો સામે કાનૂની કાર્યવાહીની માગ કરતી આ અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને કેવી.વિશ્વનાથનની બેન્ચે આ પીઆઈએલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે જો અરજદાર ઇચ્છે તો તે બૉમ્બે હાઈકોર્ટમાં જઈ શકે છે.
આ પહેલીવાર નથી કે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ આ રીતે બેનર કાઢ્યા હોય કે લોકોને ધમકી આપી, આ પહેલા પણ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રાજ ઠાકરેના કાર્યકરોએ મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડમાં મરાઠી ભાષાની ઓળખના મુદ્દે હિંસા કરી છે. શૌચાલય સંચાલક પર શૌચ માટે પાંચ રૂપિયા વસૂલવાનો આરોપ હતો, જેના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જ્યારે મનસે કાર્યકરો તેની પૂછપરછ કરવા ગયા ત્યારે શૌચાલય સંચાલકે મરાઠી બોલવાનો ઇનકાર કર્યો. આનાથી ગુસ્સે ભરાઈને, MNS કાર્યકરોએ તેને મરાઠી બોલવા માટે દબાણ કર્યું અને તેને માર માર્યો. આ આખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થયો છે.

