૩૨૯ ઇનિંગ્સમાં ૧૫,૯૨૧ રન સાથે સચિન તેન્ડુલકર હજી પણ નંબર-વન પર અકબંધ
જો રૂટ
જો રૂટ મૅન્ચેસ્ટરમાં ૧૦૦૦ ટેસ્ટ રન ફટકારનાર પહેલો બૅટર બન્યો, તેણે લૉર્ડ્સમાં પણ ૧૦૦૦ રન કર્યા છે.
જો રૂટ (૬૨ ઇનિંગ્સ) ભારત સામે સૌથી વધુ ૧૨ ટેસ્ટ સદી ફટકારનાર બૅટર બન્યો. ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (૪૬ ઇનિંગ્સમાં અગિયાર)નો રેકૉર્ડ તોડ્યો.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડમાં ભારત સામે નવ ટેસ્ટ સદી કરીને તેણે હરીફ ટીમ સામે ઘરઆંગણે એક હરીફ ટીમ સામે સૌથી વધુ સદીનો ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅન (૩૩ ઇનિંગ્સમાં ૮ સદી)નો ઇંગ્લૅન્ડ સામેનો રેકૉર્ડ તોડ્યો.
ટેસ્ટમાં ત્રીજા ચોથા ક્રમે સૌથી વધુ ૩૮ સદીના શ્રીલંકાના કુમાર સંગાકારા (૨૩૩ ઇનિંગ્સ)ના રેકૉર્ડની બરાબરી કરી. ૫૬ ઇન્ટરનૅશનલ સદી સાથે ટૉપ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યો. ઘરઆંગણે સૌથી વધુ ૩૨ ઇન્ટરનૅશનલ સદી સાથે ચોથા ક્રમે સ્થાન મેળવ્યું.
ભારત સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન ફટકારવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગ (૪૪ ઇનિંગ્સમાં ૨૪૦૩)નો રેકૉર્ડ તોડ્યો. ભારત સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ સદીમાં તે સ્ટીવ સ્મિથ (૧૬ સદી) બાદ ૧૫ સદી સાથે બીજા ક્રમે પહોંચ્યો.
તેણે એક જ દિવસમાં ટેસ્ટના ટૉપ રન સ્કોરરમાં ત્રણ બૅટરને પછાડીને બીજું સ્થાન લીધું. જેને કારણે રાહુલ દ્રવિડ પાંચમા ક્રમે, જૅક કૅલિસ ચોથા ક્રમે અને રિકી પૉન્ટિંગ બીજા ક્રમે સરકી ગયો છે. ૧૫,૯૨૧ રન સાથે ભારતનો સચિન તેન્ડુલકર હજી સુધી પહેલા ક્રમે અકબંધ છે.
ટેસ્ટમાં સૌથી વધુ ફિફ્ટીના રેકૉર્ડમાં હવે તે સચિન (૬૮) બાદ ૬૭ ફિફ્ટી સાથે બીજા ક્રમે આવ્યો. ટેસ્ટમાં સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર મામલે તે સચિન (૧૧૯ વખત) બાદ ૧૦૪ વખત સાથે બીજા ક્રમે પહોંચ્યો છે.
ટેસ્ટમાં એક બોલર સામે સૌથી વધુ ૫૭૭ રન ફટકારવાનો સ્ટીવ સ્મિથનો સ્ટુઅર્ટ બ્રૉડ સામેનો રેકૉર્ડ તોડ્યો. જો રૂટે રવીન્દ્ર જાડેજા સામે ૫૮૮ રન ફટકાર્યા.
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ રન |
|
સચિન તેન્ડુલકર |
૩૨૯ ઇનિંગ્સમાં ૧૫,૯૨૧ રન |
જો રૂટ |
૨૮૬ ઇનિંગ્સમાં ૧૩,૪૦૯ રન |
રિકી પૉન્ટિંગ |
૨૮૭ ઇનિંગ્સમાં ૧૩,૩૭૮ રન |
જૅક કૅલિસ |
૨૮૦ ઇનિંગ્સમાં ૧૩,૨૮૯ રન |
રાહુલ દ્રવિડ |
૨૮૬ ઇનિંગ્સમાં ૧૩,૨૮૮ રન |

