જોકે સોશ્યલ મીડિયામાં રિલેશનશિપના સ્વીકાર પછી હાલમાં તારા અને વીર બન્ને ઍરપોર્ટ પર એકબીજાની સાથે જોવા મળ્યાં હતાં.
વાઈરલ તસવીર
છેલ્લા કેટલાક સમયથી તારા સુતરિયા અને વીર પહારિયા રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં બન્નેએ તારાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં એકબીજા પર પ્રેમથી હક જમાવીને પોતાના સંબંધોનો આડકતરો એકરાર તો કરી જ લીધો છે, પણ તેમણે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. જોકે સોશ્યલ મીડિયામાં રિલેશનશિપના સ્વીકાર પછી હાલમાં તારા અને વીર બન્ને ઍરપોર્ટ પર એકબીજાની સાથે જોવા મળ્યાં હતાં. અહીં તેઓ હાથ પકડીને અને એકબીજાને સપોર્ટ આપીને જે રીતે એકબીજાની પ્રેમભરી કાળજી લેતાં હતાં એ જોઈને તેમની રિલેશનશિપ કન્ફર્મ થઈ જ ગઈ છે અને હવે તેમણે જાહેરમાં એનો સ્વીકાર કરવા માટે કંઈ જ કહેવાની જરૂર હોય એમ લાગતું નથી.

