ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઓમગુરુની પ્રેરણાદાયક વાત....અશક્યને શક્ય બનાવનાર ઓમગુરુ : વ્હીલચેર પર બેઠેલો ઋષિ, જે પીડિતોની આશા બન્યો
વ્હીલચેર પર બેઠેલો ઋષિ, જે પીડિતોની આશા બન્યો
અમદાવાદના આશોકભાઈ હિમ્મતલાલ શાહના વિશાળ બંગ્લાને જોઈને કોઈ પણ કહી બેસે કે કિસ્મતે તેમને તમામ સુખો પૂરપાટ આપ્યા છે. કપડાના સફળ ઉદ્યોગપતિ તરીકે તેમનું જીવન સમૃદ્ધિથી છલકતું હતું. પત્ની પ્રતિમાબેન સાથે તેઓ પરિવારની ખુશીઓ માણતા હતા. 8 ફેબ્રુઆરી, 1977ના રોજ તેમના જીવનમાં એક દીકરો પ્રીતેશ (આજે ઓમગુરુ તરીકે જાણીતા) રૂપે જન્મ્યો ત્યારે ખુશીઓ અદભુત શિખરે પહોંચી હતી.
ઓમગુરુનું બાળપણ પ્રેમ અને ઉમંગથી ભરેલું હતું. પરંતુ 8 વર્ષની ઉંમરે નસીબે તીખી કસોટી લીધી—તેને અત્યંત દુર્લભ રુમેટોઇડ આર્થ્રિટિસ થયો, જે લાખોમાંથી કોઈ એક બાળકને થાય છે. તંદુરસ્ત અને ઉત્સાહી બાળક થોડા જ સમયમાં પથારીપર હોય તેવો બની ગયો. અનેક લાખો રૂપિયાની સારવારો અને વૈશ્વિક ડૉક્ટરોની સલાહ છતાં દવા નિષ્ફળ ગઈ. કુદરતના શ્રાપની સામે પરિવાર હાર્યો.
ADVERTISEMENT
એનુ શરીર નિષ્પ્રાણ જેવું બની ગયું. હાથપગ હલાવવાની કે ખાવાની શક્તિ પણ ઓમગુરુમાં રહી ન હતી. તીવ્ર દુઃખ અને નિરાશામાં તે વિલિન થઈ ગયો. દિવસો લાંબા લાગતા અને મૃત્યુ જ એકમાત્ર શાંતિ આપનારો ઉપાય લાગતો.
- મોક્ષદાયક વળાંક : મનની શક્તિનો ઉગમ
આ નિરાશામાંથી બહાર કાઢનારો વિહંગમ ક્ષણ એવો આવ્યો જ્યારે જૈન આચાર્ય મિત્રાનંદ સુરિશ્વરજી મહારાજે પ્રીતેશના જીવનમાં પ્રવેશ કર્યો. તેમણે કહ્યું: "માણસ સંપૂર્ણ નથી હોતો. શારીરિક કે માનસિક અસહજતા હોય શકે. પરંતુ જેમાં નથી તેની ચિંતામાં જીવવાને બદલે જે છે તેમાં શ્રેષ્ઠ કરવું તે જ વિવેક છે."
આ શબ્દોએ અંદર સુધી સ્પર્શ કર્યો. પ્રીતેશે પોતાના દુઃખને સ્વીકાર્યું અને મનની શક્તિથી નવી દિશામાં પગલાં મૂક્યા.
- વિજ્ઞાનથી આધ્યાત્મ સુધીનો યાત્રા
શારીરિક અશક્તિ છતાં ઓમગુરુ એલ.જે. કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. એટલું જ નહીં, તેણે UPSC પ્રિલિમનરી પરીક્ષા પણ પાસ કરી. 80% વિકલાંગતાની વચ્ચે આ સિદ્ધિ અદ્ભુત છે. ઓમ ગુરુએ પોતાના ગુરુની વાત માની દુઃખને સ્વીકાર્યું અને મનની શક્તિથી નવી દિશામાં પગલાં મુક્યા. ત્યાંથી તેણે જૈન ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને મુહૂર્તશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. હરિદ્વાર ખાતે પંડિત દેવદત્ત શાસ્ત્રી પાસેથી મંત્રશાસ્ત્ર, મંત્રની રચના અને મંત્ર શક્તિપાતની રચના શીખ્યા. પણ એક ટપ્પા પછી તેણે સમજ્યું કે તેનું જીવન વ્યક્તિગત સફળતાથી આગળ છે.
માનવતા માટે જીવતુ ઓમકાર સંપ્રદાય
માનવાતા માટે જીવવું અને મંત્રથી લોકોના દુઃખ દૂર કરવા "ઓમકાર સંપ્રદાય"ની સ્થાપના ઓમ ગુરુએ કરી. જે પીડિતોને મંત્રશાસ્ત્ર દ્વારા આરોગ્ય અને આશા આપે છે. તેનું લક્ષ્ય મફત સેવા છે. નિત્યાનંદ ઓમ સૂરી મહારાજે તેમના જીવનમાં પ્રવેશ કર્યો.
સંગીત અને સાહિત્યનો અદ્ભુત સમજ કોઈ તાલીમ વિના
ઓમગુરુએ ભક્તિગીતો, ગઝલો અને કવિતાઓની રચના કરી. અનેક પ્રકાશનો દ્વારા તેનું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે. જેના શરીરે સાથ છોડ્યો, તેની આત્મા આજે લાખો સુધી મંત્ર જ્ઞાન પહોંચાડી રહી છે. તેમના ભક્તો ઓમ ગુરુ કોઈ ગુરુ નહીં પણ ગુરુથી પણ વિશેષ એક જીવંત ઉર્જા છે. વિશ્વ વ્યાપી પરિવાર એ એમના જીવનનો આધાર છે. પણ આજની તારીખે વિશ્વના ત્રણ લાખથી વધુ લોકો તેને જીવન માર્ગદર્શક તરીકે માને છે. તેઓ માટે ઓમગુરુ કોઇ રક્ત સંબંધ નહિ, પણ જીવંત આશા છે.
માનસિક શક્તિનું જીવતું દ્રષ્ટાંત
મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, "મારું જીવન એ જ મારો સંદેશ છે." ઓમગુરુનું જીવન એ જ મંત્ર સંદેશ છે કે કેવી રીતે દુઃખને શક્તિમાં, વિકલાંગતાને શક્તિમત્તામાં અને નિરાશાને જીવદયામાં બદલી શકાય.
જ્યાં લોકોએ માનસિક શક્તિના વર્કશોપ માટે હજારો ચૂકવવા પડે છે, ત્યાં ઓમગુરુ એ શક્તિનો જીવંત પુરાવો છે.
- સન્માન અને પ્રશંસા
2016: તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. પ્રમુખ મુખર્જી પાસેથી ‘વિકલાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ’
- 2019: તત્કાલીન રાજ્યપાલ ઓ.પી. કોહલી પાસેથી ‘ગ્લોરી ઑફ ગુજરાત’ એવોર્ડ—ઓમકાર ચાલીસાની રચનાથી વિશ્વભરમાં જીવન પરિવર્તિત થયા

