Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભારત માટે દુર્લભ આર્કટિક પક્ષી સબિન ગલ જોવા મળ્યું નળ સરોવરમાં

ભારત માટે દુર્લભ આર્કટિક પક્ષી સબિન ગલ જોવા મળ્યું નળ સરોવરમાં

Published : 01 June, 2025 08:11 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ય પક્ષીઓની જેમ સબિન ગલનો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી એમ છતાં એ નળ સરોવરમાં જોવા મળ્યું એ એક અચરજ પમાડે એવી ઘટના છે

નળ સરોવરનાં હિલોળા લઈ રહેલાં પાણી પર સબિન ગલ પક્ષી.

નળ સરોવરનાં હિલોળા લઈ રહેલાં પાણી પર સબિન ગલ પક્ષી.


ભારત માટે દુર્લભ ગણાતું આર્કટિક પક્ષી સબિન ગલ અમદાવાદ જિલ્લાના નળ સરોવરમાં શુક્રવારે જોવા મળ્યું હતું. નળ સરોવર પક્ષી અભ્યારણ ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ. શકીરા બેગમે કહ્યું હતું કે ‘આ નાનકડું પક્ષી નળ સરોવરનું મહેમાન બન્યું હતું. પાણીમાં એને જોવાનો લહાવો અનેરો હતો, કારણ કે આ પક્ષી ભારત પર ભ્રમણ કરે એ દુર્લભ છે. ભારતમાં આ પક્ષી છેલ્લે ૨૦૧૩માં કેરલામાં જોવા મળ્યું હતું.’ 


સબિન ગલ એ નાનું અને રૂપકડું પક્ષી છે જે એના આકર્ષક દેખાવથી જાણીતું છે. આ પક્ષી મુખ્યત્વે નૉર્થ અમેરિકા, ગ્રીનલૅન્ડ અને સાઇબે​રિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારમાં જોવા મળે છે. અન્ય પક્ષીઓની જેમ સબિન ગલનો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી એમ છતાં એ નળ સરોવરમાં જોવા મળ્યું એ એક અચરજ પમાડે એવી ઘટના છે. ભારતમાં એનું દેખાવું દુર્લભ છે. કદાચ આ પક્ષી એનો માર્ગ ભૂલી જઈને અહીં આવી પહોંચ્યું હોઈ શકે છે. પક્ષીવીદો, પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે આ એક રસપ્રદ અને રોમાંચ જગાવતી ઘટના બની છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 08:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK