રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જનહિતમાં વધુ એક સફળ પગલું
અર્હમ્ ઍનિમલ ઍમ્બ્યુલન્સ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી છેલ્લાં બે વર્ષથી મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બૅન્ગલોર જેવાં અનેક ક્ષેત્રોમાં દોડી રહેલી ૨૬થી વધુ અર્હમ્ ઍનિમલ ઍમ્બ્યુલન્સના માધ્યમથી રોજનાં સેંકડો અને આજ સુધી ૧,૧૩,૦૦૦થી વધુ ઘાયલ થયેલાં પશુ-પંખીને તાત્કાલિક સારવાર આપીને નવજીવન પૂરું પાડવામાં આવ્યું છે. હવે દિલ્હી અને વડોદરા શહેરના અબોલ જીવો માટે પણ આવી એક-એક ઍનિમલ ઍમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે જેને અર્પણ કરવાનો સમારોહ અર્હમ્ યુવા સેવા ગ્રુપ દિલ્હીના ઉપક્રમે યોજાયો હતો.
ઉપરાંત સૌરાષ્ટ્ર અને કલકત્તાના અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી વસ્તુઓની મૉલમાંથી ખરીદી કરવા માટે ૫૦૦૦ રૂપિયાનાં વાઉચર્સ, ભોજન અને મીઠાઈનાં બૉક્સ પણ આપવામાં આવ્યાં હતાં. વિશેષમાં ૪૧૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ઘાટકોપરના આંગણે ગ્રોસરી કિટ, ભોજન અને મીઠાઈ અર્પણ કરીને તેમની દીપાવલીમાં આનંદનો પ્રકાશ પ્રસરાવવાનો પારમાર્થિક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

