ગ્રેટર નોએડામાં રવિવારે સાંજે બોડાકી ફાટક પાસે એક અકલ્પનીય હાદસો થયો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગ્રેટર નોએડામાં રવિવારે સાંજે બોડાકી ફાટક પાસે એક અકલ્પનીય હાદસો થયો. ફાટક ખુલ્લો જ હતો એ વખતે એક બાઇકસવાર ઝટપટ ત્યાંથી પસાર થઈ જવાની ઉતાવળે સ્પીડમાં જવા ગયો તો પાટા સાથે ભટકાઈને તે બાઇક પરથી પડી ગયો હતો. એ ઍક્સિડન્ટમાં તેને ખાસ વાગ્યું નહોતું. જોકે ત્યાંથી ઊભા થઈને બાઇકને સાઇડમાં લઈ જવા ગયો એ દરમ્યાન ફુલ સ્પીડમાં ટ્રેન આવી જતાં યુવક અડફેટે ચડી ગયો હતો. પહેલાં ટ્રેને બાઇકને ટક્કર મારી અને પછી યુવકને એટલી જોરથી ટક્કર મારી કે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ફાટક પાસેના CCTV કૅમેરામાં ઘટનાનું ફુટેજ કેદ થઈ ગયું હતું.

