દસમાની એક્ઝામ ૨૦ અને બારમાની એક્ઝામ ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી બોર્ડની દસમા અને બારમા ધોરણની એક્ઝામની તારીખો બહાર પાડવામાં આવી છે. બારમા ધોરણની રિટર્ન એક્ઝામ ૨૦૨૬ની ૧૦ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમ્યાન લેવામાં આવશે, જ્યારે પ્રૅક્ટિકલ અને વાઇવા તથા અને પ્રોજેક્ટ-વર્ક સાથે ઇન્ટર્નલ એક્ઝામ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમ્યાન લેવામાં આવશે. દસમા ધોરણની એક્ઝામ ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૧૮ માર્ચ સુધી લેવામાં આવશે. આ વર્ષની બોર્ડ એક્ઝામમાં રાજ્યના આશરે ૩૦ લાખ વિદ્યાર્થીઓ હશે. દિવાળી અગાઉ ટાઇમ-ટેબલ જાહેર થતાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનમાં ભણવા પર વધુ ધ્યાન આાપી શકશે. દર વર્ષની જેમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-’૨૬ની બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ મે મહિનાના અંતમાં જાહેર થશે એવી સંભાવના છે.

