૧૭ ઑક્ટોબર સુધી ચાલનારા અભિયાન હેઠળ બાકી રહેલાં બાળકોને ઘરે જઈને ડ્રૉપ્સ અપાશે
પ્રતીકાત્મક તસવીર
રવિવારે મુંબઈમાં પલ્સ પોલિયો ઝુંબેશ યોજાઈ હતી, જેમાં નવજાત શિશુથી માંડીને પાંચ વર્ષનાં કુલ ૫,૫૧,૪૪૩ બાળકોને પોલિયો રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ શૂન્યથી લઈને પાંચ વર્ષની વયજૂથનાં ૮,૪૩,૨૯૪ બાળકોમાંથી ૫,૫૧,૪૪૩ બાળકોને પોલિયો રસીના ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે ૬૫.૩૯ ટકા બાળકોને પ્લસ પોલિયોનો ડૉઝ અપાઈ ગયો છે. બાકીનાં બાળકોને રસી આપવા માટે ૧૭ ઑક્ટોબર સુધી ઘરે-ઘરે જઈને પોલિયોના ડોઝ આપવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન ૧૦૦ ટકા બાળકોને પોલિયોની રસી અપાય એવો ઉદ્દેશ છે.
અગાઉનું પલ્સ પોલિયો અભિયાન ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં યોજાયું હતું, જેમાં ૬૫.૬૬ ટકા બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી.

