Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગીર જંગલ સફારીમાં ઍડ્વાન્સ બુકિંગના નામે ટૂરિસ્ટો પાસેથી પંદરથી ૨૦,૦૦૦ રૂપિયા ખંખેરાયા

ગીર જંગલ સફારીમાં ઍડ્વાન્સ બુકિંગના નામે ટૂરિસ્ટો પાસેથી પંદરથી ૨૦,૦૦૦ રૂપિયા ખંખેરાયા

Published : 14 October, 2025 10:31 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હજી ગયા અઠવાડિયે જ ખુલ્લા મુકાયેલા સાસણગીરમાં ટિકિટો મળતી ન હોવાની ફરિયાદ થતાં કૌભાંડ બહાર આવ્યું: બે ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ કંપનીઓએ ક્રિસમસ સુધીની ૧૨,૦૦૦થી વધુ ટિકિટો ઊંચા ભાવે વેચી નાખી : ૩ આરોપીઓ પકડાયા

સાસણગીરની ઊંચા ભાવે બ્લૅકમાં ટિકિટ વેચતા ૩ આરોપીઓ સાથે પોલીસ.

સાસણગીરની ઊંચા ભાવે બ્લૅકમાં ટિકિટ વેચતા ૩ આરોપીઓ સાથે પોલીસ.


દિવાળી અને ક્રિસમસ ફેસ્ટિવલ દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવેલા સાસણગીરના જંગલમાં એશિયાટિક લાયનને જોવા માટે સહેલાણીઓનો ભારે ધસારો રહે છે ત્યારે આ વર્ષે સાસણગીરમાં ગીર જંગલ સફારી અને દેવળિયા પાર્કમાં સિંહ જોવા બુકિંગ માટે ટિકિટોનું ઍડ્વાન્સમાં સ્લૉટ-બુકિંગ કરીને સહેલાણીઓ પાસેથી એના પંદરથી ૨૦,૦૦૦ રૂપિયા વસૂલ કરવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં અમદાવાદ અને સાસણગીરની બે ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ૩ આરોપીઓને ગાંધીનગર સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે ઝડપી લીધા છે. 

ગીર સફારી આ વર્ષે હજી ગયા અઠવાડિયે જ પબ્લિક માટે ખુલ્લું મુકાયા બાદ ટિકિટ ન મળતી હોવાની ફરિયાદો થઈ હતી. એને લઈને સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે તપાસ કરીને ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીથી ૨૦૨૫ની ૩૦ ડિસેમ્બર સુધીના ઍડ્વાન્સમાં થયેલા બુકિંગનો ડેટા મેળવ્યો હતો. એ તપાસમાં કુલ ૮૩,૦૦૦થી વધુ પરમિટ બુકિંગ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ બુકિંગમાંથી ૧૨,૮૦૦ ટિકિટો અનઑફિશ્યલી બુક થઈ હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે તપાસ કરતાં એ. બી. ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ તેમ જ નાઝ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની સંડોવણી જણાઈ આવી હતી. પોલીસે અમદાવાદથી અલ્પેશ ભલાણી તેમ જ સાસણગીરથી સુલતાન બલોચ અને એજાઝ શેખની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ ગીર જંગલ સફારી અને દેવળિયા પાર્ક ખાતે જિપ્સી બુકિંગ માટે ખોટી ઓળખ આપીને સરકારી વેબસાઇટ પરથી ઍડ્વાન્સમાં બલ્કમાં સ્લૉટ-બુકિંગ કરીને કૃત્રિમ અછત ઊભી કરી હતી. બીજી તરફ આરોપીઓ સરકારી જેવા ભળતા નામે બે વેબસાઇટ ખોલીને ગેરકાયદે ટિકિટો બુક કરતા હતા. આરોપીઓએ બુકિંગ કરવા માટે ૧૫થી ૨૦ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. ફેસ્ટિવલનો ટાઇમ હોવાથી આ લોકો ટિકિટના મૂળ ભાવ કરતાં આઠથી નવગણા ભાવથી ટિકિટ વેચતા હતા. એટલું જ નહીં, ક્રિસમસની સીઝન માટેની ટિકિટો પણ વેચી છે. આરોપીઓએ પંદરથી ૨૦,૦૦૦ રૂપિયામાં ટિકિટો વેચી છે.  


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 10:31 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK