સોમવાર રાત સુધી કચ્છનાં ચાર ટોલબૂથ પર નહીં લેવાય ટૅક્સ અને હાઇવેના ખાડા પૂરી દેવાની આપી ખાતરી
પ્રતીકાત્મક તસવીર
કચ્છમાં બિસમાર હાઇવેને કારણે ઑલ ટ્રાન્સપોર્ટ અસોસિએશન, કચ્છ દ્વારા શુક્રવારથી શરૂ કરાયેલા નો રોડ, નો ટોલ આંદોલનનો એક જ દિવસમાં અંત આવ્યો છે. ગઈ કાલે સામખિયાળી ટોલબૂથ ખાતે નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારી, કચ્છના કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં હાઇવે પરના ખાડા પૂરી દેવાની અને સોમવાર મધરાત સુધી કચ્છના ચાર ટોલબૂથ પરથી ટૅક્સ નહીં લેવાની બાંયધરી મળતાં કચ્છ ટ્રક અસોસિએશને આંદોલનને આટોપી લીધું હતું જેને પગલે કચ્છમાં ફરી ટ્રકોનો ધમધમાટ શરૂ થયો હતો.

