Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પોરબંદર પાસેના દરિયામાં ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીઓ ઝડપાયા

પોરબંદર પાસેના દરિયામાં ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીઓ ઝડપાયા

Published : 18 February, 2026 09:18 AM | IST | Porbandar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત ઍન્ટિ-ટેરિરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને કોસ્ટગાર્ડની ટીમે ફરી એક વાર દરિયાના રસ્તે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની તસ્કરોની યોજનાને નિષ્ફળ બનાવી હતી

પોરબંદર પાસેથી મળી આવેલી બોટ, ૨૦૩ કિલો નશીલું ડ્રગ્સ, ATS અને કોર્સ્ટ ગાર્ડની ટીમ સાથે પકડાયેલા બે ઈરાનીઓ.

પોરબંદર પાસેથી મળી આવેલી બોટ, ૨૦૩ કિલો નશીલું ડ્રગ્સ, ATS અને કોર્સ્ટ ગાર્ડની ટીમ સાથે પકડાયેલા બે ઈરાનીઓ.


ગુજરાત ઍન્ટિ-ટેરિરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને કોસ્ટગાર્ડની ટીમે ફરી એક વાર દરિયાના રસ્તે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની તસ્કરોની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ રાતે ભારતીય તટ રક્ષક દળો અને ATSએ સંયુક્ત અભિયાનમાં એક સ્પીડબોટનો પીછો કરીને એમાંનું ૨૦૩ કિલો સંદિગ્ધ ક્રિસ્ટલ જેવું નશીલું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોરબંદર આવી રહેલા વિદેશી ચાલક દળના બે સભ્યોને પકડવામાં આવ્યા છે. ATSને ગુપ્ત માહિતી મળી હતી કે ઉત્તર-પશ્ચિમ કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા પાસે માછલી પકડવા માટેની શંકાસ્પદ બોટને રોકી હતી. એ બોટ ભાગવાની કોશિશ કરી રહી હતી ત્યારે અંધારામાં હ્યમુન અને ટેક્નિકલ સર્વેલન્સે એને પકડી લીધી હતી અને એમાંથી નાર્કોટિક્સ દ્રવ્ય પકડાયું હતું. બોટમાંથી અબ્દુલ મજિદ અને અબ્દુલ સત્તાર નામના બે ઈરાનીઓને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એક-એક કિલોનાં ડ્રગ્સનાં ૨૦૩ પૅકેટ્સ અને એક ફોન મળી આવ્યાં હતાં.

ડ્રગ્સ અને ઈરાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા છે. અહીં કેમિકલનું વિશ્ળેષણ થશે અને તસ્કરોની કડક પૂછપરછ થશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 09:18 AM IST | Porbandar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK