કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 18 એપ્રિલે અમદાવાદના સાણંદમાં રોડ શૉ કર્યો હતો. અમિત શાહની એક ઝલક લેવા ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો સાગર ઉમટી પડ્યો હતો. લોકસભાની 543 બેઠકો માટેની ચૂંટણી 19 એપ્રિલથી સાત તબક્કામાં યોજાશે. આ વખતે સામાન્ય ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો પોતાનો મત આપવા માટે પાત્ર છે. 4 જૂને મતગણતરી થવાની છે.