રાષ્ટ્રોના વિદેશપ્રધાનોએ ઇઝરાયલી દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવાની અને નૉન પ્રોલિફરેશન ટ્રીટી (NPT)માં જોડાવાની વિનંતી કરી છે.
પ્રતીકાત્મક તસવીર
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ૨૧ આરબ ઇસ્લામિક અને આફ્રિકન રાષ્ટ્રોએ પરમાણુ શસ્ત્રો અને અન્ય સામૂહિક વિનાશનાં શસ્ત્રોથી મુક્ત મિડલ-ઈસ્ટ ક્ષેત્રની તાત્કાલિક રચના કરવાની હાકલ કરી હતી.
એ માટે હસ્તાક્ષર કરનારા દેશોમાં ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ટર્કી, કતર, જૉર્ડન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, પાકિસ્તાન, બાહરિન, અલ્જિરિયા, મૌરિટાનિયા, લિબિયા, ઇરાક, કુવૈત, ઓમાન, સુદાન, સોમાલિયા, જીબુટી, કોમોરોસ, ગામ્બિયા, ચાડ અને બ્રુનેઇનો સમાવેશ છે. આ રાષ્ટ્રોના વિદેશપ્રધાનોએ ઇઝરાયલી દુશ્મનાવટ તાત્કાલિક બંધ કરવાની અને નૉન પ્રોલિફરેશન ટ્રીટી (NPT)માં જોડાવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
આ નિવેદન ઇજિપ્તના વિદેશપ્રધાન બદ્ર અબ્દેલટ્ટી દ્વારા સમગ્ર પ્રદેશમાં તેમના સમકક્ષો સાથે પરામર્શ કર્યા પછી એક પહેલનું પરિણામ છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રદેશમાં કટોકટી ઉકેલવા માટે રાજદ્વારી એકમાત્ર વ્યવહારુ માર્ગ છે. ઇઝરાયલ એકમાત્ર મધ્ય પૂર્વ દેશ છે જેણે સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. ઈરાન એક સહીકર્તા છે, પરંતુ એ ખસી જવાની ધમકી આપે છે.

