Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં સારા જીવનની શોધમાં સરહદ પાર કરનારા પાકિસ્તાની દંપતીનું તરસથી મૃત્યુ

ભારતમાં સારા જીવનની શોધમાં સરહદ પાર કરનારા પાકિસ્તાની દંપતીનું તરસથી મૃત્યુ

Published : 01 July, 2025 03:37 PM | IST | Jaisalmer
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pakistani couple found dead in Rajasthan: ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લાના સાદેવાલા વિસ્તારમાં એક પાકિસ્તાની દંપતીનું મોત થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દંપતીએ રણમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

રવિ કુમાર અને શાંતિ બાઈ

રવિ કુમાર અને શાંતિ બાઈ


ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લાના સાદેવાલા વિસ્તારમાં એક પાકિસ્તાની દંપતીનું મોત થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દંપતીએ રણમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેસલમેરના એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે શનિવારે તનોટ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે ભારતીય સરહદમાં લગભગ 15 કિમી અંદર બે અજાણ્યા મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક ઝાડ નીચે એક વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો. તેણે આકાશી વાદળી સલવાર-કુર્તો અને પીળો દુપટ્ટો પહેરેલો હતો. ઘટનાસ્થળેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.


લગભગ ૫૦ ફૂટ દૂર એક મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેણે પીળો ઘાઘરા-કુર્તા પહેર્યો હતો અને તેના કાંડા પર લાલ અને સફેદ બંગડીઓ હતી. બંને મૃતદેહ મોઢું નીચે પડેલા હતા અને એવું લાગતું હતું કે તેઓ 8-10 દિવસથી મૃત્યુ પામ્યા હતા. વધુ પડતા સડી જવાને કારણે તેમના મૃતદેહ કાળા પડી ગયા હતા અને તેમના ચહેરા ઓળખી શકાતા ન હતા. પ્રારંભિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે દંપતીનું મૃત્યુ તરસથી થયું હશે.



બે પાકિસ્તાની ઓળખપત્રો મળ્યા
આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા, એસપી ચૌધરીની સૂચના પર, એફએસએલ ટીમ, એમઓબી ટીમ અને જેસલમેર સર્કલ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા. ટીમોએ વિસ્તાર અને મૃતદેહોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સહિત અનેક તપાસ હાથ ધરી. અહેવાલ મુજબ, વ્યક્તિ પાસેથી બે પાકિસ્તાની ઓળખપત્રો મળી આવ્યા હતા. તેમાંથી એકની ઓળખ રવિ કુમાર તરીકે થઈ હતી. મહિલાની ઓળખ શાંતિ બાઈ તરીકે થઈ હતી. બંને કાર્ડ પર `પાકિસ્તાન` લખેલું હતું અને પાછળ ઉર્દૂમાં લખેલું હતું.


આ માણસને તેના પિતા સાથે મતભેદ હતા
હિન્દુ પાકિસ્તાની ડિસ્પ્લેસ્ડ યુનિયન અને બોર્ડર પીપલ્સ ઓર્ગેનાઇઝેશનના જિલ્લા સંયોજક દિલીપ સિંહ સોઢાએ જણાવ્યું કે, સંગઠને ભારતમાં રહેતા દંપતીના એક દૂરના સંબંધીનો સંપર્ક કર્યો, જેમણે કહ્યું, `તે માણસને તેના પિતા સાથે કેટલાક મતભેદ હતા. તેથી, તે તેની પત્ની સાથે ઘર છોડી ગયો. આ દંપતી પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી હતા. તે ભારતીય સરહદથી 60 કિમી દૂર છે. તેઓએ લગભગ દોઢ વર્ષ પહેલા ભારતીય વિઝા માટે અરજી કરી હતી, પરંતુ તેમના વિઝા મંજૂર થયા ન હતા. ઝઘડા પછી, દંપતી ભારત તરફ આગળ વધ્યું કારણ કે તેઓ જાણતા હતા કે આ તેમનું છેલ્લું મુકામ છે. સોઢાએ કહ્યું, `તે ભારતમાં રહેવા માગતો હતો. તે કોઈક રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યો, પરંતુ કમનસીબે તે વધુ સારા જીવનની આશામાં મૃત્યુ પામ્યો.`

સર્કલ ઑફિસરે FRO પાસેથી માહિતી માગી
જૈસલમેરના સર્કલ ઑફિસર રૂપ સિંહ ઈન્દાએ જણાવ્યું હતું કે પોલીસે છોકરાની વિઝા અરજી અંગે જેસલમેરમાં હાજર FRO પાસેથી માહિતી માગી છે. ઈન્દાએ કહ્યું કે અમને હજી સુધી આ અંગે સંપૂર્ણ વિગતો મળી નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહો એટલા સડી ગયા છે કે તેમને પાકિસ્તાન મોકલી શકાતા નથી. તેથી, હિન્દુ પાકિસ્તાની વિસ્થાપિત સંગઠન તેમના અંતિમ સંસ્કાર કરશે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહોને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 03:37 PM IST | Jaisalmer | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK